દેશ આઝાદીના 75માં વર્ષનું ઉજવણી કરી રહ્યો છે
સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકાર પાસે એક ગિફ્ટ માંગી છે
સરકારે એવું કંઈક કરવું જોઈએ જે દર્શાવે કે સરકાર આ પાસાને જોઈ રહી છે
દેશ હાલમાં આઝાદીના 75માં વર્ષનું ઉજવણી કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ મોદી સરકાર પાસે એક ગિફ્ટ માંગી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોમાં ફોજદારી કેસોનું ભારણ ઘટાડવા માટે કેટલાક ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારની જરૂર છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સરકારે કેટલાક પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા કંઈક કરવું જોઈએ જે દર્શાવે છે કે સરકાર આ પાસાને જોઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે દોષિત કેદીઓની જામીન અરજીઓ પર સુનાવણીમાં લાંબા વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને કહ્યું હતું કે, તે ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચારવાનું શરૂ કરે અને આ સુનિશ્ચિત કરવા માટે બંધ દિવસો પણ બોલાવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો હાઈકોર્ટને આના પર કાર્યવાહી કરવી મુશ્કેલ લાગે છે, તો તે “વધારાના બોજને વહન કરવા” અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સુનાવણી કરવા તૈયાર છે. માહિતી અનુસાર,853 પેન્ડિંગ ફોજદારી અપીલ એવી હતી કે જ્યાં અરજદારોએ 10 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.કે. કૌલ અને એમએમ સુંદરેશની બેંચ કે જે ફોજદારી કેસોમાં લાંબા સમયથી પડતર અપીલોને લગતા કેસોની સુનાવણી કરી રહી હતી. તેમણે અવલોકન કર્યું કે, ફોજદારી કેસ દ્વારા નીચલી અદાલતોને બંધ કરવી એ એક મહત્વપૂર્ણ પાસું છે. બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) કેએમ નટરાજને કહ્યું હતું કે, જો આ વર્ષે સરકાર દ્વારા આ બાબતે કંઈક કરવામાં આવશે તો તેની “ખૂબ જ સકારાત્મક” અસર થશે. તમે કંઈક આઉટ ઓફ ધ બોક્સ વિચારો. જો તમે કંઇક કરી શકો તો સ્વતંત્રતા દિવસ પહેલા સરકારને કંઇક કરવા માટે સમજાવો તે સંકેત આપી શકે છે.