ગાંધીનગરમાં ત્રિ-દિવસીય મેંગો ફેસ્ટિવલનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મેંગો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન
મેંગો ફેસ્ટિવલમાં જાત-ભાતની કેરીઓનું થશે વેચાણ
ઉનાળાની સિઝન આવે એટલે દરેક ગુજરાતીની થાળીમાં કેરીનો રસ અચૂક પીરસાય છે. ત્યારે કેરીના રસના સ્વાદના રસિયાઓ માટે ગાંધીનગર ખાતે મેંગો ફેસ્ટિવલની ઉજવણી થઈ રહી છે. આ મેંગો ફેસ્ટિવલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યના કેરી ઉત્પાદન કરતા ખેડૂતોએ ભાગ લીધો છે. ગાંધીનગર રામકથા મેદાનમાં 3 દિવસ સુધી આ મેંગો ફેસ્ટિવલ યોજાશે.
મેંગો ફેસ્ટિવલમાં દેશના 14 રાજ્યમાં પ્રાકૃતિક રીતે થતી કેરીની વેરાયટીઓ ઉપલબ્ધ છે. જેવી કે, કેસર, હાફુસ, રાજપુરી, તોતાપુરી, નીલમ, દશેરી, લંગડો, હાફૂસ, પાયરી, બંગલપલ્લી, નીલમ, મૂળગોઆ, સુવર્ણ રેખા ફાઝી, બોમ્બે ગ્રીન, કિશનભોગ, હિમ સાગર અને ચૌસા જેવી કેરીની વેરાયટી ફેસ્ટિવલમાં જોવા મળશે.
આ મેંગો ફેસ્ટિવલમાં ગુજરાતની ગીર, વલસાડ અને કચ્છની કેસર કેરી જોવા મળશે. આ ઉપરાંત અન્ય રાજ્ય જેવાં કે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યની પ્રચલિત કેરીઓનું પણ અહીંયા વેચાણ થઈ રહ્યું છે. દરેક કેરીનો અલગ-અલગ સ્વાદ હોય છે. જેથી ગુજરાતીઓ એક જ સ્થળેથી દેશમાં થતી કેરીની વિવિધ જાત-ભાતની કેરીનો સ્વાદ માણી શકશે.
જુઓ કયા રાજ્યની કેરીની કઈ છે વેરાયટી?
ગુજરાત – કેસર, હાફુસ, રાજપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી, લંગડો
રાજસ્થાન – બોમ્બે ગ્રીન, ચૌસા, દશેરી, લંગડો
હરિયાણા – ચૌસા, દશેરી, લંગડો, ફઝલી
પંજાબ – ચૌસા, દશેરી, માંદા
હિમાચલ પ્રદેશ – ચૌસા, દશેરી, લંગડો
ઉત્તર પ્રદેશ – બોમ્બે ગ્રીન, ચૌસા, દશેરી, લંગડો
બિહાર – બોમ્બે ગ્રીન, ચૌસા, દશેરી, ફાઝી, ગુલાબખસ, કિશનભોગ, હિમ સાગર, લંગડો
પશ્ચિમ બંગાળ – ફાઝી, ગુલાબખસ, હિમ સાગર, કિશનભોગ, લંગડો, બોમ્બે ગ્રીન
મધ્ય પ્રદેશ – હાફુસ, બોમ્બે ગ્રીન, દશેરી, ફાઝી, લંગડો, નીલમ
આંધ્ર પ્રદેશ – બંગલપલ્લી, બોમ્બે ગ્રીન, ફાઝી, લંગડો, નીલમ
તમિલનાડુ – હાફુસ, તોતાપુરી, બંગલપલ્લી, નીલમ