રાજસ્થાનના જોધપુરમાં મોડી રાત્રે બબાલ
બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ
રાતના 1 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત
જોધપુરમાં સોમવારે રાત્રે લગભગ 11:30 વાગે નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન મોડી રાત્રે જાલોરી ગેટ ચોકડી પર બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ અને આરએસીએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. જો કે, મોડી રાત્રે એક જૂથના લોકો પરત ફરતાં મામલો ફરી ગરમાયો હતો. જાલોરી ગેટ અને ઇદગાહ વિસ્તારમાં મોડી રાત સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કેટલાક લોકો જાલોરી ગેટ ચારરસ્તા પર ઝંડા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વીડિયો બનાવી રહેલા એક વ્યક્તિને કેટલાક યુવકોએ માર માર્યો હતો. કેટલાક લોકો તેને બચાવવા માટે આવ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આ પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી પથ્થરમારો અને હોબાળો ચાલુ રહ્યો હતો.
આમાં એક મીડિયા પર્સન સહિત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જાલોરી ગેટ ચોકી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે એક સમયે 12:30 થી 1 વાગે તેમને ધકેલીને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. પોલીસે સમગ્ર ચોકડી પર બેરિકેડ લગાવી દીધા હતા.આ દરમિયાન એક જુથના લોકો જાલોરી ગેટ પાસે ભેગા થયા હતા, જ્યારે બીજુ જુથ ઓક્સફર્ડ સ્કૂલ પાસેના તેના વિસ્તારમાં ગયા હતા. થોડીવાર પછી બે નેતાઓ જાલોરી ગેટ પર આવ્યા અને પોલીસ સાથે વાત કરી, પછી ચાલ્યા ગયા હતા. આના થોડા સમય પછી, 1:15 થી 1:30 વાગ્યે ઓક્સફર્ડ સ્કૂલના રસ્તા પરથી એક ટોળું આવ્યું અને ભારે પથ્થરમારો કર્યો હતો. આ જોઈ જાલોરી ગેટની બાજુમાંથી સામા પક્ષે પણ જવાબી પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને પોલીસે ઓક્સફર્ડ સ્કૂલ તરફ ટીયર ગેસના સેલ છોડ્યા હતા.આ પથ્થરમારામાં ઉદયમંદિરના SHO અમિત સિહાગ અને DCP પૂર્વ ભુવનભૂષણ યાદવ પણ ઘાયલ થયા હતા. પોલીસે ધકેલીને લોકોને તેમના ઘરે મોકલ્યા હતા.
આ પછી જાબ્તા ઇદગાહ રોડ અને જાલોરી ગેટ ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તહાનાત કરવામાં આવી હતી. જાલોરી ગેટ તરફ જતા અનેક રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે સુરસાગરના ધારાસભ્ય સૂર્યકાંતા વ્યાસ અને કોર્પોરેશન દક્ષિણના મેયર વનિતા સેઠ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બપોરે 2.30 વાગ્યા સુધી પોલીસ ચોકીની બહાર બેઠા હતા.ઘટના બાદ સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કર્યું કે, “જોધપુરના જાલોરી ગેટ પર બે જૂથો વચ્ચે અથડામણને કારણે તણાવ સર્જાવો દુર્ભાગ્યપૂર્ણ છે. વહીવટીતંત્રને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે. જોધપુર, મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાને માન આપીને હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવાની હૃદયસ્પર્શી અપીલ કરું છું. લોકોએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવી.