સ્પાઈસજેટની ફ્લાઈટમાં ખામી સર્જાતા કરાચીમાં લેન્ડીંગ
આ મહિને સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આ બીજી ઘટના સામે આવી
તમામ યાત્રીઓ સુરક્ષિત, બીજા વિમાન દ્વારા દુબઈ મોકલાશે
સ્પાઈસજેટની એક ફ્લાઈટમાં ખરાબી આવતા તેને કરાચી ડાયવર્ક કરવી પડી હતી. આ ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહી હતી. પણ ખરાબીના કારણે તેને પાકિસ્તાન તરફ વાળી દેવામાં આવી હતી. કહેવાય છે કે, પ્લેનની ઈંડિકેટર લાઈટમાં કંઈક ખામી સર્જાઈ હતી.
સ્પાઈસજેટની ફ્લાઈટને કરાંચીમાં ઉતારીને યાત્રીઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા. કહેવાય છે કે, ઈમરજન્સી લેન્ડીંગ નહોતું, ફ્લાઈટને સામાન્ય રીતે ઉતારવામાં આવી હતી. હવે બીજી એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી છે, જે યાત્રીઓને દુબઈ લઈ જશે.
આ મહિનામાં 2 જૂલાઈએ પણ સ્પાઈસજેટના પ્લેનમાં મુશ્કેલીઓ આવી હતી. ત્યારે દિલ્હીથી જબલપુર જઈ રહેલા વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. સ્પાઈસજેટના પ્રવક્તા તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફૂટની ઉંચાઈ પર પહોંચ્યુ તો, પાયલટે કેબિનમાં ધુમાડો જોયો, ત્યાર બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું.