સુપ્રીમ કોર્ટે મંગળવારે એક્સાઇઝ પોલિસી મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની અરજીને ફગાવી દેતા કહ્યું કે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી સહિત વિવિધ કાયદાકીય ઉપાયો તમારી પાસે ઉપલબ્ધ છે.જણાવી દઈએ કે, એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં રવિવારે લાંબી પૂછપરછ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.
સોમવારે મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન AAP નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.નોંધનીય છે કે એક દિવસ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટે 4 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આઠ કલાકની પૂછપરછ બાદ રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.