બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે છે. તે સોમવારે દિલ્હી પહોંચી છે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખ હસીનાના સ્વાગત માટે ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. 2019 પછી હસીનાની આ પ્રથમ ભારત મુલાકાત છે.
હસીના પોતાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે. ઉપરાંત, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે. બંને વડા પ્રધાનો વચ્ચેની વાતચીત દરમિયાન પેન્ડિંગ અને નિયમિત દ્વિપક્ષીય મુદ્દાઓ સિવાય દક્ષિણ એશિયામાં સંરક્ષણ સહયોગ અને સ્થિરતા મુખ્ય ફોકસ ક્ષેત્ર હશે.