શારજાહ જતી એર અરેબિયા ફ્લાઈટને કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવી પડી હતી. વાસ્તવમાં, પ્લેન ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું કે તરત જ બે પક્ષીઓ પ્લેન સાથે અથડાઈ ગયા. આ પછી સુરક્ષાના કારણોસર તેને રોકી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ સૂત્રોએ આ માહિતી આપી હતી.
જો સૂત્રોનું માનીએ તો, 164 મુસાફરોને લઈને વિમાન સવારે 7 વાગ્યે રનવે પર ટેક ઓફ કરવા માટે આગળ વધ્યું હતું, જ્યારે બે પક્ષીઓ ડાબી બાજુના એન્જિન સાથે અથડાઈ ગયા.
જેના કારણે ફ્લાઈટ રોકવી પડી હતી. બધા મુસાફરો નીચે ઉતર્યા પછી, ટેકનિશિયનોએ પક્ષીઓ દ્વારા થયેલા નુકસાનની તપાસ કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકનિશિયનો સમસ્યાનું નિરાકરણ કર્યા બાદ વિમાન ટેકઓફ કરશે. કેટલાક મુસાફરોને હોટલોમાં મૂકવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક શહેરમાં તેમના ઘરે ગયા હતા. એરલાઇનના પ્રવક્તાનો સંપર્ક થઇ શક્યો નથી.