નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંસ્થાપક શરદ પવારનો આજે 84મો જન્મદિવસ છે. આ પ્રસંગે અજિત પવારે તેમને અભિનંદન પાઠવ્યા છે. અજિત પવારે સોશિયલ મીડિયા પર લખ્યું હાલ બંને નેતાઓ દિલ્હીમાં છે. મહારાષ્ટ્ર કેબિનેટની રચનાને લઈને અજિત પવારે મોડી રાત્રે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
તમને જણાવી દઈએ કે અજિત પવાર હંમેશા શરદ પવારને તેમના જન્મદિવસના અવસર પર અથવા તો તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવતા હોય છે. બંને નેતાઓ આજે દિલ્હીમાં છે, તો શું અજિત પવાર આ વર્ષે શરદ પવારને મળશે અને તેમને જન્મદિવસની શુભેચ્છા આપશે કે નહીં? હજુ સુધી NCP (અજિત પવાર) દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
आदरणीय श्री. शरद पवार साहेबांना वाढदिवसाच्या मनःपूर्वक शुभेच्छा! आपणांस उत्तम स्वास्थ्य व दीर्घायुष्य लाभो, ही सदिच्छा. pic.twitter.com/6SnkF97upb
— Ajit Pawar (@AjitPawarSpeaks) December 12, 2024