સેલ્ફી લેવાના ચક્કરમાં શિક્ષક અને બે વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું છે
સેલ્ફી લેતી વખતે એક છોકરીનો પગ લપસી ગયો અને તે પાણીમાં તણાઇ ગઈ હતી
શિક્ષક અને અન્ય વિદ્યાર્થી હજુ લાપતા છે
મધ્યપ્રદેશમાં સેલ્ફી લેવાના ચક્કરમાં શિક્ષક અને બે વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ જોઈએ તો જબલપુરની એક કોલેજમાં એડમિશન લેવા આવેલા વિદ્યાર્થીઓનું એક જૂથ બપોરે નવા ભેડાઘાટ ગયુ હતું. જ્યાં સેલ્ફી લેવા જતાં એક છોકરીનો પગ લપસી ગયો હતો. જેથી તે પાણીમાં વહેવા લાગી હતી અને છોકરીને બચાવવા પડેલા શિક્ષક અને અન્ય વિદ્યાર્થી હજુ લાપતા છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમે તેમની શોધખોળ હાથ ધરી છે.
એસપી શિવેશ સિંહ બઘેલે જણાવ્યું હતું કે, કટની જિલ્લાના વિજયરાઘવગઢથી જબલપુરની એક કોલેજમાં એડમિશન લેવા આવેલા વિદ્યાર્થીઓનું એક ટોળું બપોરે નવા ભેડાઘાટ ગયા હતા. આ દરમ્યાન સેલ્ફી લેતી વખતે એક છોકરીનો પગ લપસી ગયો અને તે પાણીમાં તણાઇ ગઈ હતી. આ જોઈને શિક્ષક અને સાથી વિદ્યાર્થીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છોકરીને બચાવવા જતાં એ બંનેને પણ મોત મળ્યું હતું.
ભેડાઘાટના ખતરનાક પોઈન્ટ પર ત્રણ લોકો તણાયા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓની મદદથી લાંબા સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ એવી આશંકા છે કે બાળકી સેલ્ફી લેતી વખતે લપસીને લપસી ગઈ હતી અને તેને બચાવવા માટે અન્ય બે લોકો પણ પાણીના જોરદાર પ્રવાહમાં નીચે ઉતરી ગયા હતા.