જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં કોકરનાગનાં તેંગપો ગામમાં રવિવારે મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણ આજે સોમવારે પણ ચાલુ રહી છે અને આ અથડામણમાં વધુ એક આતંકી ઠાર થયો છે.
જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે અનંતનાગ અથડામણમાં 2 આતંકીઓનાં મોત થયા હતા. અને હજુ પણ આ વિસ્તારમાં બે વધારે આતંકીઓ છૂપાયા હોવાનું માનવમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી રાત્રે એક આતંકીને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના તંગપાવા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની વિશેષ સૂચના મળી હતી ત્યાર બાદ રવિવારે રાત્રે ઘેરાબંધી કરીને તેની તપાસ કરવામાં આવી હતી, આ અભિયાનમાં તપાસ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરી દીધું હતું.
અધિકારીઓએ જણાવ્યુ હતું કે અથડામણ બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. સોમવારે બે આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા અને તેઓ ક્યા ગ્રૂપ સાથે જોડાયેલા છે તે પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે