કેન્સર બાદ હવે એચઆઈવી-એઈડ્સ જેવી બિમારીનો તોડ સંભવત
આ બિમારી એચઆઈવી એટલે કે, હ્યૂમન ઈમ્યોનોડેફિશિએંસી વાયરસથી ફેલાય છે.
આ વાયરસ શરીરના ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે.
કેન્સર બાદ હવે એચઆઈવી-એઈડ્સ જેવી બિમારીનો તોડ સંભવત: વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે એક એવી વેક્સિન બનાવામાં સફળતા મળી છે. જેનો ફક્ત એક ડોઝ HIV વાયરસને ખતમ કરી શકાય છે. ઈઝારયલની તેલ અવીવ યુનિવર્સિટીના શોધકર્તાઓ દ્વારા આ વેક્સિનને લેબ રિઝલ્ટ ખૂબ જ સારા રહ્યા છે. વૈજ્ઞાનિકોએ શરીરમાં રહેલા ટાઈપ બી વાઈટ બ્લડ સેલ્સના જીનમાં અમુક ફેરફાર કર્યા, જેમને એચઆઈવી વાયરસે તોડી નાખ્યા હતા. આ સફળતાથી આશા જાગી છે કે, એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બિમારીની સારવાર હવે બહું દૂર નથી.એચઆઈવી એઈડ્સની હાલમાં કોઈ સારવાર નથી. દવાઓથી જો કે, આ બિમારીને ફેલાતા રોકી શકાય છે અને એચઆઈવી સંક્રમિત વ્યક્તિ લાંબા સમય સુધી જીવતા પણ રહી શકે છે. આ બિમારી એચઆઈવી એટલે કે, હ્યૂમન ઈમ્યોનોડેફિશિએંસી વાયરસથી ફેલાય છે.
આ વાયરસ શરીરના ઈમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે. જો તેની સારવાર કરવામા ન આવે તો એઈડ્સ થઈ શકે છે. એક આંકડા અનુસાર 2020માં દુનિયામાં લગભગ 3.7 કરોડ લોકો આ બિમારીનો શિકાર થયા હતા. તે મુખ્ય રીતે અસુરક્ષિત રીતે યૌન સંબંધ, દૂષિક લોહી ચડાવવા અને સંક્રમિત સોઈનો ઉપયોગ કરવાથી સંક્રમિત ગર્ભવતી માતાથી તેના બાળકોમાં ફેલાય છે.આ રિસર્ચને પાર પાડનારા લૈબમાં જે મોડલ્સમાં આ સારવારનું પરીક્ષણ કરવામા આવ્યું, તેમાં ખૂબ સારા પરિણામ જોવા મળ્યા. તેમના શરીરમાં એન્ટીબોડીઝની સંખ્યા ખૂબ વધી ગઈ અને એચઆઈવી વાયરસને ખતમ કરવામાં ખૂબ સફળતા મળી. આ શોધને નેચર મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવી છે. મેડિકલ જર્નલે પોતાના નિષ્કર્ષમાં આ એન્ટીબોડીઝને સુરક્ષિત, શક્તિશાળી અને કામ કરવા યોગ્ય જણાવી છે.