શરૂઆતી ટ્રેડમાં અમેરિકી ડોલરની તુલનાએ રુપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. એક ડોલરની કિંમત પહેલી વખત 82.68 રુપિયા થઈ ગઈ છે. ભારતીય કરન્સી રુપિયો આજે પોતાના રેકોર્ડસ્તરના નીચલા સ્તરે જોવા મળ્યો. ઓપનિંગ સેશનમાં રુપિયો અમેરિકી ડોલરની તુલનાએ 82.68 સુધી ગગડ્યો. રુપિયામાં રેકોર્ડ લેવલે ઘટાડા બાદ મોટી ચિંતા ઊભી થઈ છે અને તે 85 રુપિયા પ્રતિ ડોલર સુધી આવી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતીય રિઝર્વ બેંકે રુપિયામાં જોવા મળતા સતત રકાસને રોકવા માટે જે પગલાં લીધા છે તેની અસર ઘણી જ ઓછી જોવા મળી રહી છે. અને રુપિયો સતતને સતત નબળો પડી રહ્યો છે. આ વર્ષે રુપિયાની ભારે ઘટાડો જોવા મળ્યો, જે 11 ટકા સુધી નીચે આવી ગયો છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારના બે વર્ષના નીચલા સ્તરે આવ્યા બાદ ડોલરની માગ વધી છે.
અને રુપિયો સતત ઘટી જ રહ્યો છે. આજે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજાર જોરદારા ઘટાડા સાથે ખુલ્યા હતા. NSEમાં 220.30 પોઈન્ટ એટલે કે 1.27 ટકાનો ઘટાડો ઓપનિંગ સેશનમાં જોવા મળ્યો. તો BSEનું સેન્સેક્સ 767 પોઈન્ટના કડાકા સાથે 1.32 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. રુપિયા પર અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકના વધતા જતા વ્યાજદરની નેગેટિવ અસર જોવા મળી રહી છે.
અને માર્કેટમાં ડોલરની ખરીદી વધવાને પગલે દેશની કરન્સી રુપિયો લાલ નિશાનમાં ફસકી રહ્યો છે. આ ઉપરાંત એશિયન કરન્સીના ઘટાડાને કારણે એશિયન માર્કેટનું વલણ ખ્યાલ આવી રહ્યો છે, જે તેમની સાથે ભારતીય કરન્સી રુપિયા માટે પણ ગગડવાનું કારણ બની રહ્યો છે.