નવા મહિનાની શરૂઆત સાથે જ દેશની જનતા માટે સારા સમચાર આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. દેશ ભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સપ્ટેમ્બરે ઈન્ડિયન ઓઈલ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવ મુજબ રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળો કોમર્શિયલ સિલિન્ડર 91.50 રૂપિયા સસ્તો થયો. સિલિન્ડર માટે આજથી હવે 1885 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ આ સિલિન્ડરનો ભાવ 1976.50 રૂપિયા હતો.
સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચનારો 19 કિલોનો સિલિન્ડર દિલ્હીમાં 1885 રૂપિયાનો થયો છે. રાજધાની દિલ્હીમાં હવે તેના માટે 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા આપવા પડશે. એ જ રીતે હવે કોલકાતામાં 2095.50 રૂપિયાની જગ્યાએ 1995.50 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં 1936.50ની જગ્યાએ 1844 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ચેન્નાઈમાં 2141ની જગ્યાએ 2045 રૂપિયા ચૂકવવા પડશે. 14.2 કિલોવાળા ગેસ સિલિન્ડના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
તાજેતરમાં સરકારે જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઉજ્વલા યોજના હેઠળ 200 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડરની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. આ સબસિડી વાર્ષિક 12 બાટલા પર જ મળશે. સરકારના આ પગલાંથી 9 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થયો છે.