GPSCની ભરતી જાહેર
અલગ અલગ 9 વિભાગ માટે અરજીઓ મંગાવાઈ
કુલ 215 જગ્યાઓ પર થશે ભરતી
GPSC તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે . ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 01/2022-2023 થી જાહેરાત ક્રમાંક 09/2022-2023 તારીખ-15/06 /2022થી તારીખ-30/06/2022 સધી Online અરજીઓ મગાવવામાં આવી છે. 9 અલગ અલગ વિભાગની 215 પોસ્ટ માટે GPSC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. રેડિયોલોજિસ્ટ, મહિલા અને બાળ અધિકારી / નાયબ નિયામક, ટીબી અને છાતીના નિષ્ણાત, બાળ વિકાસ આયોજન અધિકારી, નર્સિંગ અધિકારી / આચાર્ય, મદદનીશ ઈજનેર (સિવિલ), મેનેજર (ગ્રેડ – 1), સંશોધન અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી જેવા પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ઉમેદવારોએ જગ્યાઓની તમામ વિગતો માટે જેવી કે શૈક્ષિણક લાયકાત, અનભવુ , ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત, જાહરાતની સામાન્ય જોગવાઈઓ તથા અન્ય વિગતો આયોગના નોટીસ બોડર્ ઉપર અથવા આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોઈ શકાશે.