• ચલણી નોટો પરની તસવીર બદલવાની ઉડી હતી અફવા
• આરબીઆઈએ સોમવારે આપ્યો ખુલાસો
• ચલણી નોટો પર ફોટાઓ બદલવાની કોઈ યોજના નથી
રવિવારે અફવા ઉડી હતી કે RBI ચલણી નોટો પર એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્ર નાથ ટાગોરની તસવીર લગાડવાની છે. ત્યારે આજરોજ આરબીઆઈએ આ અફવાને રદિયો આપીને એક ખુલાસો જારી કર્યો છે. જેમાં તમને જણાવ્યુ હતું કે,
નોટો પર ફોટા બદલાવવને અફવા બાદ આરબીઆઇને સ્પષ્ટતા કરી છેકે, હાલની ચલણી નોટોમાં કોઈ ફેરફારની આરબીઆઈની કોઈ દરખાસ્ત નથી. આરબીઆઈ સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલની ચલણી નોટો પર ટાગોર કે કલામની તસવીર લગાડવીની કોઈ યોજના નથી અને મહાત્મા ગાંધીજીની જ તસવીર રહેશે. પીઆઈબી ફેક્ટચેકમાં પણ કહેવાયું હતું કે ચલણી નોટો પરની તસવીર બદલવાના જે રિપોર્ટ આવ્યાં હતા તે ફેક છે અને આરબીઆઈ કે સરકારની આવી કોઈ યોજના નથી.
રવિવારે એવા રિપોર્ટ આવ્યાં હતા કે ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને રવીન્દ્રનાથ ટાગોરની તસવીર લગાડવાની આરબીઆઈની યોજના છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હવે નાણામંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક અમુક બેંક નોટોની એક નવી સિરિઝ લાવવા પર વિચાર કરી રહી છે, જેના પર ટાગોર અને કલામની વોટરમાર્ક ફોટો હશે.. અહેવાલો અનુસાર, ગાંધી, ટાગોર અને કલામના વોટરમાર્કવાળા ફોટોગ્રાફ્સના સેમ્પલના બે અલગ-અલગ સેટ આરબીઆઈ અને નાણા મંત્રાલય હેઠળના સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) દ્વારા IIT-દિલ્હીના એમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શહાનીને મોકલવામાં આવ્યા છે.
પ્રોફેસર શાહાનીને બે સેટમાંથી પસંદ કરવા અને સરકાર દ્વારા આખરી વિચારણા માટે મુકવા માટે કહેવામાં આવ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, એક અથવા ત્રણેય ફોટોગ્રાફ્સ પસંદ કરવા અંગેનો અંતિમ નિર્ણય ‘ઉચ્ચ સ્તરે’ યોજાનારી બેઠકમાં લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વોટરમાર્ક સેમ્પલની ડિઝાઈનિંગને સત્તાવાર મંજૂરી મળી ગઈ હતી. હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ નોટો પર વ્યક્તિગત વ્યક્તિત્વના વોટરમાર્કવાળા ચિત્રો સામેલ કરવાની શક્યતા શોધવા માટે પગલાં લેવામાં આવ્યા છે.