- રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે
- રશિયાએ યુક્રેનની 12 જગ્યાએ બ્લાસ્ટ કર્યા છે
- યુક્રેનની રાજધાની કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો
રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્ય કાર્યવાહીની જાહેરાતની 5 મિનિટમાં જ યુક્રેનમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રશિયાએ યુક્રેનની 12 જગ્યાએ બ્લાસ્ટ કર્યા છે. કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. બાકી જગ્યાઓની ચોક્કસ માહિતી મળી નથી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી જ દીધી છે. પુતિને ગુરુવારે સવારે રશિયન ટેલિવિઝન પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે યુક્રેનમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશન શરૂ કરી રહ્યા છે, જેનો હેતુ ડેમિલિટરાઈઝેશનનો છે. અમારો હેતુ આખા યુક્રેન પર કબજો કરવાનો નથી. પુતિને નામ લીધા વગર અમેરિકા અને નાટોને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમારા ઓપરેશનમાં દખલીગીરી કરનારને ખરાબ પરિણામ ભોગવવાં પડશે.
પુતિનના નિવેદનના પછી યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તાર ઓપૃર પાટનગર કિવમાં મોટા બ્લાસ્ટ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ક્રમોતોસ્કમાં 2 બ્લાસ્ટ સંભળાયા છે. રશિયન સિપાહી ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘૂસ્યા છે. સીમા પર બે લાખથી વધારે રશિયન સૈનિકો તહેનાત છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક દરમિયાન જ કરી છે. આ બેઠક રશિયા-યુક્રેનના તણાવ વિશે ચાલતી હતી. હવે રશિયા પર કડક કાર્યવાહીનો નિર્ણય લઈ શકાય છે.