16 વર્ષ નાની ડો. ગુરપ્રીત સાથે લગ્ન કર્યા
કેજરીવાલે પિતાની અને રાઘવ ચઢ્ઢાએ ભાઈની વિધિ નીભાવી
ભગવંત માને ડો.ગુરપ્રીત કૌર સાથે સાદગી સાથે લગ્ન કર્યા.
પંજાબનાં CM ભગવંત માન (48) ગુરુવારે બીજી વખત વરરાજા બન્યા છે. માને ડૉ. ગુરપ્રીત સાથે ફેરા ફર્યા હતા. ચંદીગઢનાં CM હાઉસમાં લગ્ન યોજાયા હતા. લગ્નમાં અરવિંદ કેજરીવાલે પિતાની અને રાઘવ ચઢ્ઢાએ ભાઈની વિધિ નીભાવી છે. લગ્નમાં માન અને ગુરપ્રીતનાં પરિવારજનોની સાથે અરવિંદ કેજરીવાલનો પરિવાર પણ સામેલ થયો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે ડો.ગુરપ્રીત કૌર સાથે તેમના ચંદીગઢ ખાતેના CM હાઉસમાં સાદગી સાથે લગ્ન કર્યા હતા. માનના આ બીજા લગ્ન છે. લગ્ન પહેલા જ ભગવંત માનને સોશિયલ મીડિયા પર અભિનંદન મળવા લાગ્યા હતા. લગ્ન બાદ દુલ્હા અને દુલ્હનની મનમોહક તસવીરો પણ સામે આવી છે. જણાવી દઈએ કે આ લગ્ન સમારોહમાં વધારે ભીડ નહોતી. ગુરપ્રીત હરિયાણાના પિહોવાની વતની છે અને માન કરતા 16 વર્ષ નાની છે.
ભગવંત માનની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી 2015માં છૂટાછેડા લીધા હતા. માનને તેના પહેલા લગ્નથી બે બાળકો છે, દિલશાન (17) અને સીરત (21). જે માતા સાથે અમેરિકામાં રહે છે.
ડો. ગુરપ્રીત કૌર મૂળ હરિયાણાના પિહોવાના તિલક કોલોનીની રહેવાસી છે. તેણે અંબાલાની મુલાના મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. તે હવે રાજપુરામાં જ રહે છે. પરિવારના જણાવ્યા અનુસાર ભગવંતની બહેનની ગુરપ્રીત સાથે સારી મિત્રતા છે. આ કારણે માનનો પરિવાર ગુરપ્રીતને સારી રીતે ઓળખતો હતો.ભગવંત અને ગુરપ્રીત 2019માં પહેલીવાર મળ્યા હતા. માન તે સમયે સંગરુરથી સાંસદ હતા. માનના સીએમ પદનાં શપથ સમારોહમાં પણ તે જોવા મળી હતી.
CM માનની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌર સાથેના સંબંધો રાજકારણના કારણે બગડી ગયા હતા. 2014માં તેમણે સંગરુર લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરે પણ પ્રચાર કર્યો હતો. જો કે, બીજા જ વર્ષે સંબંધો બગડવા લાગ્યા. સીએમ માને કહ્યું કે તેઓ પરિવારને સમય આપી શકતા નથી. તેમણે પરિવાર અને પંજાબમાંથી પંજાબને પસંદ કર્યું હતુ. જે બાદ 2015માં બંનેએ છૂટાછેડા લીધા હતા. પત્ની પુત્ર અને પુત્રી સાથે અમેરિકા જતી રહી હતી.