વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર અને મુંબઈ-સાઈનગર શિરડીને લીલી ઝંડી આપશે. તેઓ બે રોડ પ્રોજેક્ટ્સ – સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
લોકોને વંદે ભારત દ્વારા મુસાફરી કરવાની સુવિધા મળશે
- પીએમ મોદી દ્વારા જે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવાશે તે યાત્રાધામોની યાત્રાને સરળ બનાવશે.
- મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત ટ્રેન દેશની 10મી વંદે ભારત ટ્રેન હશે.
- આ ટ્રેન મહારાષ્ટ્રના નાસિક, ત્ર્યંબકેશ્વર, સાઈનગર શિરડી, શનિ શિંગણાપુર જેવા મહત્વના તીર્થસ્થાનોની યાત્રા કરશે.
- મુંબઈથી સોલાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મહત્વના તીર્થસ્થાનો જેવા કે સિદ્ધેશ્વર, સોલાપુર નજીક અક્કલકોટ, તુલજાપુર, પંઢરપુર અને પૂણે નજીક આલંદી સુધીની મુસાફરીની સગવડ આપશે.