યૂકે અને ભારત વર્ષ 2023માં યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ કાર્યક્રમ લોન્ચ કરશે અને તે અંતર્ગત દર વર્ષે 3000 ભારતીય યુવાનોને બ્રિટેનમાં કામ કરવા માટે વીઝા મળી જશે. બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનકે બુધવારે ભારતના યુવાનોને દર વર્ષે બ્રિટનમા કામ કરવા માટે 3000 વીઝા આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. યૂકે સરકારે કહ્યું છે કે, ભારત આવી જ રીતે યોજનાથી લાભાન્વિત થનારો પ્રથમ દેશ છે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી અને ઋષિ સુનક વચ્ચે મુલાકાતના થોડા કલાકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
યૂકેના પ્રધાનમંત્રી કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે પોતાના એક ટ્વિટમાં કહ્યું કે, આજે યૂકે ઈંડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ કરી છે, જેમાં 18-30 વર્ષિય 3000 ડિગ્રીધારી શિક્ષિત ભારતીય નાગરિકોને યૂકેમાં આવીને રહેવા અને બે વર્ષ સુધી કામ કરવા માટે વીઝા આપવાની જોગવાઈ કરી છે. આપને જણાવી દઈએ કે, યૂકે ઈંડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ અંતર્ગત બ્રિટનમાં દર વર્ષે 18-30 વર્ષની ઉંમરના 3000 યુવા પ્રોફેશનલ્સ એટલે કે ડિગ્રી ધારક ભારતીયોને બ્રિટનમાં બે વર્ષ સુધી કામ કરવાની પરમિશન મળશે. આ યોજના આગામી વર્ષ 2023થી શુઆત ખશે અને પરસ્પર આધાર રહેશે.
ડાઉનિંગ સ્ટ્રીટની આ ઘોષણા એવા સમયે આવી છે, જ્યારે મંગળવારે ઈંડોનેશિયાના બાલીમાં આયોજીત જી 20 શિખર સંમેલનમાં ભારતીય પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પીએમ સુનક વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતના થોડા કલાકો બાદ યૂકે તરફથી ભારતીય વીઝા આપવાના નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. ગત મહિને ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ પીએમ પદ સંભાળ્યા બાદ પ્રથમ આ મુલાકાત હતી.