પ્રધાનમંત્રી મોદી આંધ્ર પ્રદેશમાં પહોંચ્યા હતા
અહીં સ્વતંત્રતા સંગ્રામના શહીદને સલામ કરી હતી
પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીના દિકરીને જાહેરમાં નમન કર્યું
પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશમાં સોમવારે અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફુટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ અવસર પર પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ દેશના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસ અમુક વર્ષો અને અમુક લોકો સુધી સીમિત નથી, પણ આ દેશના ખૂણે ખૂણે બલિદાનનો ઈતિહાસ છે. તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મહાન સ્વતંત્રતા સેનાની 125મી જયંતિ અને રમ્પા વિદ્રોહની શતાબ્દી વર્ષ ભર મનાવામા આવશે.
પોતાના ભાષણ બાદ પીએમે શ્રી પસાલા કૃષ્ણમૂર્તિના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જે આંધ્ર પ્રદેશના સ્વતંત્રતા સેનાની હતા. પ્રધાનમંત્રીએ કૃષ્ણમુર્તિના દિકરી, 90 વર્ષિય પસાલા કૃષ્ણ ભારતીજી સાથે મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ પણ લીધા હતા. પીએમ મોદીએ સ્વાધીનતા સેનાનીની બહેન અને ભત્રીજી સાથે પણ મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમના જીવનને પ્રેરણાદાયક ગણાવતા કહ્યું કે અલ્લૂરી ભારતની સંસ્કૃતિ, આદિવાસી ઓળખાણ અને મૂલ્યોના પ્રતિક હતા. મોદીએ યુવાનોને આહ્વાન કર્યું છે કે, જેવી રીતે મોટી સંખ્યામાં યુવાનો સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થયા હતા. તેવી જ રીતે તેમને પણ દેશના સપનાના સાકાર કરવા માટે આગળ આવવું જોઈએ.
આ અગાઉ સમારંભમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામ ફક્ત અમુક વર્ષો અને અમુક લોકો સુધી જ મર્યાદિત ઈતિહાસ નથી, આ દેશના દરેક ખૂણે ખૂણે બલિદાનના ઈતિહાસ છે. તેમણે અલ્લૂરી સીતારામ રાજૂને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેઓ શરૂઆતની ઉંમરથી જ દેશની આઝાદીની લડાઈમાં સામેલ થઈ ગયા હતા. તેમણે આદિવાસી કલ્યાણ અને દેશ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી અને તે પણ નાની ઉંમરમાં શહીદ થઈ ગયા.