વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
પુતિન સાથે ફોન પીએમ મોદીઆ મુદ્દે કરી વાત
બંને દેશોના સંબંધો પર થઈ ચર્ચા
પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓએ આ દરમિયાન દ્વપક્ષીય વેપાર અને અલગ અલગ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી હતી. સાથે પુતિનની ભારત યાત્રા દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ વાતચીત દરમિયાન યુક્રેનમાં હાલની સ્થિતિ સંબંધિત વાતચીતે અને કૂટનીતિના પક્ષમાં પણ ભારત સાથે લાંબા સમયથી ચાલ્યા આવતા વલણને વાગોળ્યું હતું.
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશોને લઈને સદીઓ જૂના સંબંધો માટે પહેલા 2+2 મંત્રીસ્તરીય વાત થઈ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દાયકામાં કેટલાય મૂળભૂત પરિવર્તન જોવા મળ્યા હતા અને અલગ અલગ પ્રકારે ભૂ રાજનીતિક સમીકરણ ઉભર્યા, પણ ભારત અને રશિયાની મિત્રતા સ્થિર રહી. ભારત અને રશિયાની વચ્ચે સંબંધ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય મિત્રતાનો એક અનૂઠો અને વિશ્વસનિય મોડલ છે.
તો વળી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ભારત એક સમયે પરીક્ષિત સહયોગી અને એક વિશ્વ તાકાત છે. બંને દેશ એક સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. અમે ભારતને એક મહાન શક્તિ, એક મિત્ર રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યા છીએ. આપણા દેશોની વચ્ચે સંબંધો ગાઢ થયા છે અને ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. બંને દેશ ઊર્જા ક્ષએત્ર, નવાચાર, અંતરિક્ષ અને કોરોના વાયરસ રસી અને દવાઓના ઉત્પાદન જેવા ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભાગીદાર બની રહ્યા છે.
આ બેઠક પહેલા ભારત અને રશિયાએ 2021-31 માટે સૈન્ય ટેકનિક સહયોગ વ્યવસ્થા અંતર્ગત ભારત-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી 600,000થી વધારે AK-203 અસોલ્ટ રાઈફલ્સની ખરીદી માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.