પીએમ મોદીએ દેવધર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું
ઝારખંડને 16,800 કરોડની યોજનાઓની ભેટ આપી
પીએમ મોદીનો 11.5 કિલોમીટર લાંબો રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દેવધરથી કોલકાતા વચ્ચે વિમાન સેવા શરુ થઇ ગઈ છે. જલ્દી દેવધરથી રાંચી, પટના અને દિલ્હી માટે ફ્લાઇટ સર્વિસ શરુ થઇ જશે. પીએમ મોદીએ ઝારખંડને 16800 કરોડની અન્ય યોજનાઓની પણ ભેટ આપી છે. પીએમ મોદીએ ઝારખંડના ત્રણ અન્ય જિલ્લા દુમકા, બોકારો અને જમશેદપુરમાં પણ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે.
After the launch of Deoghar airport, PM Modi now inaugurates other development projects in Deoghar, Jharkhand pic.twitter.com/RDATAKpQJg
— ANI (@ANI) July 12, 2022
પીએમ મોદીએ કહ્યું કે બાબા બૈધનાથના આશીર્વાદથી 16000 કરોડથી વધારે યોજનાઓનું લોકાર્પણ થયું.
- પીએમે કહ્યું કે રાજ્યોના વિકાસથી જ દેશનો વિકાસ થશે.
- આ પરિયોજનાઓ બંગાળ સહિત પૂર્વી ભારતના વિકાસને રફ્તાર આપશે.
- દેવધરથી રાંચી, પટના અને દિલ્હી માટે ફ્લાઇટ સર્વિસ જલ્દી શરુ કરવામાં આવશે.
- 400થી વધારે નવા રુટ્સ પર આજે સામાન્ય નાગરિકને પણ હવાઇ યાત્રાની સુવિધા મળી રહી છે.
- ઉડાન યોજના અંતર્ગત છેલ્લા 5-6 વર્ષોમાં લગભગ 70 નવા સ્થાનોને એરપોર્ટ્સ, વોટર એયરોડોમ્સના માધ્યમથી જોડવામાં આવ્યા છે.
- 1600 કરોડ રૂપિયાની પરિયોજનાઓથી ઝારખંડની આધુનિક કનેક્ટિવિટી, ઉર્જા, સ્વાસ્થ્ય, આસ્થા અને પર્યટનને ઘણું વધારે બળ મળશે.
- છેલ્લા 8 વર્ષોમાં ઝારખંડના હાઇવે, રેલવે, એરબેઝ અને વોટરવેજ કનેક્ટિવિટી સાથે સાથે દેશના આસ્થા અને આધ્યાત્મ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર સુવિધાઓના વિકાસ પર પણ કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi greets the crowd during his roadshow in Deoghar, Jharkhand. pic.twitter.com/oizPa3ouQe
— ANI (@ANI) July 12, 2022
પીએમ મોદીએ દેવધર એરપોર્ટથી બૈધનાથ મંદિર સુધી 11.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પહેલા પીએમએ બાબાધામના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શિવની પૂજા કરી હતી. પાંચ પંડિતોએ પીએમ મોદીને પૂજા કરાવી હતી.