વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીના શિપયાર્ડમાં ઉપસ્થિત છે. તેઓ દેશના પ્રથમ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને ભારતીય નૌકાદળને સોંપ્યુ છે. આ એરક્રાફ્ટ કેરિયરના આગમનથી દેશની દરિયાઈ સરહદો સુરક્ષિત થઈ જશે. આ ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે. મહત્વનું છે કે, ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે અને તેમાં અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે, આજે કેરળનો દરેક ખૂણો ઓણમના પવિત્ર તહેવારની ખુશીથી છવાયો છે. ઉત્સાહના આ અવસર પર, કેરળને 4600 કરોડ રૂપિયાથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે,આપણે ભારતીયોએ આઝાદીના અમૃતના આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો પ્રચંડ સંકલ્પ લીધો છે. વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા છે. આપણા દેશમાં પ્રથમ મેટ્રો લગભગ 40 વર્ષ પહેલા ચાલી હતી. જેના 30 વર્ષમાં દેશે 250 કિ.મી. તેનાથી પણ ઓછું મેટ્રો નેટવર્ક તૈયાર કર્યુ હતું. છેલ્લા 8 વર્ષમાં દેશમાં 500 કિમીની મેટ્રો બની છે. 1000 કિમીથી વધુનો નવો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. એકથી વધુ મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે.