ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીનો આજે જન્મદિવસ છે અને તેઓ આજે 95 વર્ષના થઈ ગયા છે. આ ખાસ મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને અભિનંદન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને એ સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પંહોચીને અભિનંદન પાઠવ્યા છે.
બંને નેતાઓની આડવાણીને મળીને એમને શુભેચ્છાઓ પાઠવતી અમુક તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે પીએમ મોદી ઘણા ઉત્સાહથી લાલકૃષ્ણ આડવાણીને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદીએ તેમને ફૂલોનો ગુલદસ્તો પણ આપ્યો હતો. આ પછી બંને બેસીને વાતચીત કરી રહ્યા છે એવું પણ જોવા મળી રહ્યું છે.
જણાવી દઈએ કે લાલ કૃષ્ણ આડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચીમાં થયો હતો અને તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક છે. આ સાથે જ આડવાણી દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન પણ રહી ચુક્યા છે. ઉપરાંત ઘણી વખત તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. લાલકૃષ્ણ આડવાણીને ક્યારેક પાર્ટીના કર્ણધાર તો ક્યારેક લોખંડી પુરૂષ અને ક્યારેક પાર્ટીનો અસલી ચહેરો પણ કહેવામાં આવતા હતા.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi visited the residence of veteran BJP leader LK Advani to greet him on his birthday.
(Source: DD) pic.twitter.com/CXGstXfcoU
— ANI (@ANI) November 8, 2022
આ ખાસ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને લાલ કૃષ્ણ આડવાણીને અભિનંદન પાઠવ્યા છે. એમને લખ્યું કે આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અડવાણીજીએ એમના સતત પરિશ્રમથી એક તરફ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવ્યું અને બીજી તરફ સરકારમાં રહીને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું. ઈશ્વર પાસે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.