- કોપનહેગનમાં યોજાયું બીજું ભારત નોર્ડિક સમિટ
- પ્રધાનમંત્રી મોદીએ લીધો ભાગ
- પીએમ મોદીએ વારાફરતી તમામ નેતાઓ સાથે કરી મુલાકાત
ડેન્માર્કના કોપનહેગનમાં ક્રિશ્ચિયનબોર્ગ પેલેસ ખાતે ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્ડિક દેશોની સરકારોના વડાઓએ હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત નોર્ડિક સમિટનો ભાગ બન્યું છે.વિદેશ મંત્રાલય (એમઇએ) દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ અનુસાર, ઉભરતી ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, આર્કટિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોર્ડિક ક્ષેત્ર સાથે અમારા બહુઆયામી સહકારને પ્રોત્સાહન આપવું એ સમિટના મુખ્ય લક્ષ્યો છે. તે ભવિષ્ય માટે ભાગીદારી છે.સંમેલનની શરૂઆત પહેલા ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતાઓ એક સાથે દેખાયા હતા.
તેમણે એમ પણ લખ્યું છે કે 2018માં સ્ટોકહોમમાં ભારત અને નોર્ડિક દેશો આ પ્રકારની સમિટ દ્વારા પહેલીવાર એક મંચ પર એક સાથે આવ્યા હતા અને હવે 2021માં બીજી વાર આ સંમેલન યોજાયું હતું. નોર્ડિકમાં કુલ પાંચ દેશ છે જેમાં પાંચ ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન સામેલ છે. નોર્ડિકમાં સામેલ પાંચ દેશો સાથે ભારતની ભાગીદારી ખૂબ મહત્વની છે, તેનાથી ભારતને આગામી સમયમાં ક્લીન એનર્જી, ટેકનોલોજી સહિતના બીજા ઘણા મુદ્દે લાભ થશે. ઉભરતી ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, આર્કટિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોર્ડિક ક્ષેત્ર સાથે ભારતની ભાગીદારી છે. પીએમ મોદી આઈસલેન્ડના પીએમ Katrin Jakobsdottirને મળ્યાં હતાં. બન્ને નેતાઓએ ટ્રેડ, એનર્જી અને ફિશરી સેક્ટર સંબંધિત ચર્ચા કરી હતી.