સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ
સાંજે 5 વાગ્યે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં યોજાશે
સંસદ સભ્યો તરફથી એક પ્રશસ્તિ પત્ર પણ અપાશે
આજે સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારોહ રોજાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારંભ આજે સાંજે 5 વાગ્યે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાથે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાઈડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ સદનનાં તમામ સાંસદો સાથે હાજર રહેશે. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રાષ્ટ્રપતિ કોવિંદ માટે વિદાયનું ભાષણ આપશે. અને રાષ્ટ્રપતિ સંસદ સભ્યો તરફથી એક પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક સ્મૃતિ ચિહ્ન અને સંસદ સભ્યો દ્વારા લખવામાં આવેલી એક હસ્તાક્ષર પુસ્તિકા કે જેમાં તમામની સહી કરેલી હશે તે પણ ભેટ આપવામાં આવશે. આ પુસ્તિકા અગાઉ 18 જુલાઇથી 21 જુલાઇ સુધી સંસદ ભવનના હોલમાં રાખવામાં આવેલી હતી. દેશનાં વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 21 જુલાઇએ પૂરો થાય છે. જેના માટે તેમણે જનપથ રોડ પર એક બંગલાને ફાળવવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્ત થયા બાદ કોવિંદ નવી દિલ્હી સ્થિત 12 જનપથનાં એક બંગલામાં શિફ્ટ થશે. આ જ બંગલામાં ઘણા દાયકાઓથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન રહેતાં હતા.
લોજપા નેતા રામવિલાસ પાસવાનનાં નિધન બાદ તેઓનાં દીકરા ચિરાગ પાસવાન પાસેથી આ બંગલો ખાલી કરાવવામાં આવ્યો હતો જેણે લઈને ઘણો વિવાદ પણ થયો હતો. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિવર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં વિદાય માટે એક સ્પેશ્યલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક રાજ્યોનાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. વિદાય ભોજનના આ સમારંભનું આયોજન દિલ્હીની અશોકા હોટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી અનેક આદિવાસી નેતાઓ પણ પહોંચ્યા હતા. તો સાથે અનેક પદ્મ પુરસ્કાર વિજેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.