હરિયાણાના સુરજકુંડમાં ચાલી રહેલા બે દિવસીય ‘ચિંતન શિબિર’નો આજે છેલ્લો દિવસ છે અને આ દરમિયાન પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના તમામ રાજ્યોના ગૃહ સચિવ, ડીજીપી, સશસ્ત્ર સેના દળો અને અને કેન્દ્રીય સુરક્ષા દળોના અધિકારીઓ પાસે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વિનંતી કરી હતી. એ સમયે પીએમ મોદીએ કલમવાળા કેટલાક લોકોને પણ નક્સલવાદી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ બધા માટે કોઈ ઉકેલ શોધવો પડશે. સાથે જ એમને પોલીસ અધિકારીઓ પર પણ આ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આપણે અમૃતકાળમાં છીએ અને આ સમય દરમિયાન આપણે ‘પંચ પ્રાણ’ના સંકલ્પ પર ચાલવું પડશે તો જ આપણે આપણા અમૃતકાળના સપનાને મજબૂત બનાવી શકીશું.
પીએમ મોદી એ એમ પણ કહ્યું હતું કે, ‘આઝાદીનો અમૃતકાળ આપણી સામે છે અને આવનારા 25 વર્ષ દેશમાં એક અમૃત પેઢીના નિર્માણના છે. આ અમૃત પીઢી ‘પંચ પ્રાણ’ના સંકલ્પોને ધારણ કરવા માટે નિર્મિત બનશે. પીએમ મોદીએ આ સાથે જ પંચ પ્રાણ વિશે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારતનું નિર્માણ, ગુલામીના દરેક વિચારોમાંથી આઝાદી, વારસાનું ગૌરવ, એકતા અને નાગરિક ફરજનું પાલન કરવા જએવા પ્રાણોનું પાલન કરવું જોઈએ.
પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, ‘જમીન સ્તરે આતંકવાદના નેટવર્કને ખતમ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક સરકારે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે. તેનો સામનો આપણા દરેક લોકોએ એક સાથે મળીને કરવો પડશે. આપણે તમામ પ્રકારના નક્સલવાદનો અંત લાવવો પડશે. પછી તે નક્સલવાદ બંદૂકની અણી પર હોય કે પેનના લખાણથી. આ બધા માટે આપણે ઉકેલ શોધવો પડશે.
પીએમ મોદીએ આંતરિક સુરક્ષા માટે તમામ રાજ્યોને સાથે મળીને કામ કરવા પર ભાર આપતા કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ સાથે છે અને એટલા માટે જ શાંતિ બનાવી રાખવી દરેકની જવાબદારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી દરેક રાજ્યોના ગૃહ મંત્રીઓ માટે આયોજિત બે દિવસીય ‘ચિંતન શિબિર’ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પીએમ મોદી બોલ્યા હતા કે ‘દરેક રાજ્યએ એકબીજા પાસેથી શીખવું જોઈએ, પ્રેરણા લેવી જોઈએ અને આંતરિક સુરક્ષા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. સાથે મળીને કામ કરવું એ બંધારણીય આદેશ અને દેશ પ્રત્યેની જવાબદારી છે. તમામ એજન્સીઓએ એકબીજાને સહકાર આપવો જોઈએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બંધારણ મુજબ રાજ્યનો વિષય છે સાથે જ તે દેશની એકતા અને અખંડિતતા સાથે સમાન રીતે સંબંધિત છે.’