પ્રધાનમંત્રી મોદી અત્યંત નજીકથી લોકોની સાથે હળવા મળવા માટે જાણીતા છે. તાજેતરના સમયમાં આ વાતના ઘણા ઉદાહરણ સામે આવ્યાં હતા અને હવે વધુ એક વાર પીએમ મોદીએ રસ્તા કિનારે ઊભેલા સમર્થકોને મળવા માટે અચાનક પોતાની કાર થોભાવી દીધી હતી. આ ઘટના કર્ણાટકના બેંગ્લુરુ શહેરમાં બની હતી.
પ્રધાનમંત્રી મોદી દક્ષિણના ચાર રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની બે દિવસની યાત્રા પર છે. પીએમે આ પ્રવાસની શરૂઆત બેંગલુરુથી કરી હતી અને ત્યાં પહોંચ્યા બાદ તેમણે સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ ક્રાંતિવીર સાંગોલી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવવા માટે રાયન્ના (કેએસઆર) સ્ટેશન જઈ રહ્યા હતા, ત્યારે તેમણે અચાનક પોતાની કાર રોકી દીધી.
પીએમ મોદી બેંગ્લુરુની જનતાને બે નવી ટ્રેન ગિફ્ટ કરવા જઇ રહ્યા હતા ત્યારે તેમના સમર્થકો પર નજર પડી અને પીએમે ત્યારબાદ પોતાની કારના ‘રનિંગ બોર્ડ’ પર ઉભા રહીને ભીડનું અભિવાદન કર્યું, જેમાંથી ઘણા લોકો ‘મોદી, મોદી’ના નારા લગાવતા અને ભાજપના ઝંડા લહેરાવતા જોવા મળ્યા.વાસ્તવમાં પીએમ મોદી કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસ પાસે જેવી પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને જોયા કે તરત જ તેઓ ખૂબ જ જિજ્ઞાસુ દેખાતા હતા. જેને જોતા પીએમે પોતાની કાર રોકી અને પોતાના સમર્થકો તરફ હાથ હલાવ્યો.
Karnataka | Prime Minister Narendra Modi met people as he received a warm welcome in Bengaluru today. pic.twitter.com/JcyakHVGWG
— ANI (@ANI) November 11, 2022
પીએમ મોદી કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (કેઆઈએ)ના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ કેએસઆર રેલવે સ્ટેશન નજીક એક મોટા ટ્રાફિક જંકશન પર કારમાંથી ઉતરીને ભીડ તરફ ચાલ્યા ગયા હતા. પીએમને આવતા જોઈને લોકોમાં એક અલગ જ ઉત્સાહ પેદા થયો અને તેઓ જોરજોરથી નારેબાજી કરવા લાગ્યા.