વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. વડાપ્રધાન અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી પોતાના પ્રવાસની શરૂઆત કેરળથી કરશે. તેઓ સૌથી પહેલા કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લેશે. આ પછી વડાપ્રધાન ગગનયાન મિશનની અત્યાર સુધીની પ્રગતિની સમીક્ષા કરશે.
પીએમ મોદીનો તમિલનાડુ પ્રવાસ
PM મોદી મદુરાઈમાં ક્રિએટિંગ ધ ફ્યુચર – ડિજિટલ મોબિલિટી ફોર ઓટોમોટિવ MSME આંત્રપ્રિન્યોર્સ કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી, બુધવારે તેઓ રૂ. 17,300 કરોડના અનેક માળખાકીય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદીની મહારાષ્ટ્ર મુલાકાત
તેઓ બુધવારે (28 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રના યવતમાલમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ રૂ. 21,000 કરોડથી વધુનો 16મો હપ્તો જાહેર કરશે.
યોજના હેઠળ, અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. વડાપ્રધાન લગભગ રૂ. 3,800 કરોડની કિંમતની “નમો શેતકરી મહાસમ્માન નિધિ”ના બીજા અને ત્રીજા હપ્તાનું પણ વિતરણ કરશે. આનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં અંદાજે 88 લાખ ખેડૂતોને ફાયદો થશે.