વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘આદી મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા પણ તેમની સાથે હતા. પીએમ મોદીએ અહીં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી. આ ઈવેન્ટમાં આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન, વાણિજ્ય અને પરંપરાગત કલા પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આદિવાસી સમુદાયો દ્વારા નિર્મિત શ્રી અન્ના કાર્યક્રમનું કેન્દ્રબિંદુ હશે.
વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી દેશની આદિવાસી વસ્તીના કલ્યાણ માટે સતત વિવિધ પગલાં લઈ રહ્યા છે. આ સાથે તેઓ દેશની પ્રગતિ અને વિકાસમાં આદિવાસી સમુદાયના યોગદાનને પણ યોગ્ય માન આપતા રહ્યા છે.
જેમાં એક હજાર આદિવાસી કારીગરો ભાગ લેશે
‘આદી મહોત્સવ’ એ આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની વાર્ષિક પહેલ છે. આ વર્ષે તેનું આયોજન દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં 16 થી 27 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ 200 સ્ટોલ દ્વારા દેશભરના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને પ્રદર્શિત કરશે. આ મહોત્સવમાં એક હજાર જેટલા આદિવાસી કારીગરો ભાગ લેશે.