મોદીએ 15,000 લોકો સાથે યોગ કર્યા.
યોગી આદિત્યનાથે યોગાભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જે.પી. નડ્ડાએ નોઈડા સેક્ટર 26માં એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્ણાટકના મૈસુર પેલેસ ગાર્ડન પહોંચ્યા હતા અને ત્યાં તેમણે હાજર લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યા. આ અવસરે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે જીવનમાં યોગનાં મહત્વ વિશે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે તંદુરસ્ત શરીર માટે યોગ ખૂબ જ જરૂરી છે. PM મોદીએ જણાવ્યું કે આજે વિશ્વના ખૂણે ખૂણેથી યોગની ગુંજ સંભળાઈ રહી છે. PM મોદીએ એ પણ કહ્યું હતું કે આપણે ગમે તેટલા તણાવપૂર્ણ હોઈએ, થોડી મિનિટોનું ધ્યાન આપણને આરામ આપે છે, આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે. માટે , આપણે યોગને વધારાના કાર્ય તરીકે લેવાની જરૂર નથી. આપણે પણ યોગ જાણવો છે, આપણે પણ યોગ જીવવો છે. આપણે યોગ પ્રાપ્ત કરવાનો છે અને આપણે યોગને પણ અપનાવવો પડશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજભવન ખાતે યોગાભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ઉત્તર પ્રદેશમાં 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નોઈડા સેક્ટર 26માં એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ઉત્તર પ્રદેશમાં 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નોઈડા સેક્ટર 26માં એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
PM મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પર નિવેદન આપતા કહ્યું કે, ‘વિશ્વના ખૂણે-ખૂણેથી યોગના પડઘા સંભળાઈ રહ્યાં છે. યોગ જીવનનો આધાર બની ગયો છે. દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દુનિયાનાં અલગ અલગ દેશોમાં લોકો સૂર્યોદય સાથે લોકો યોગ કરી રહ્યાં છે, આખી પૃથ્વીની ચારે તરફ યોગની રિંગ બની રહી છે. યત પીંડે તત બ્રહ્માંડે, એવું આપણાં ઋષિમુનિઓએ સમજાવ્યું, જે લાઈફ સ્ટાઈલ પ્રોબ્લેમ્સ અને ગ્લોબલ ચેલેન્જિસ દૂર કરવામાં ઉપયોગી બનશે.’