વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક વર્ષ પછી એક મંચ પર સાથે જોવા મળ્યા.
એરપોર્ટ પર તેમના સ્વાગત માટે CM ઠાકરે કોલાબાના નેવલ હેલિપોર્ટ પહોંચ્યા.
PM અને CM વચ્ચે 8 જૂન 2021નાં રોજ મુલાકાત થઈ હતી.
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક વર્ષ પછી એક મંચ પર સાથે જોવા મળ્યા. મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચેલા મોદીએ રાજભવનમાં જળભૂષણ બિલ્ડિંગનું ઈનોગ્રેશન કર્યું. અહીં મોદી અને ઉદ્ધવ એક સાથે મંચ પર જોવા મળ્યા. જે બાદ તે વધુ એક કાર્યક્રમમાં સાથે નજરે પડશે. મહારાષ્ટ્ર પહોંચ્યા પછી મોદીનું સ્વાગત પહેલાં તો ડેપ્યુટી CM અજીત પવાર અને પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કર્યું.એરપોર્ટ પર તેમના સ્વાગત માટે CM ઠાકરે કોલાબાના નેવલ હેલિપોર્ટ પહોંચ્યા. જો કે આ સ્વાગત દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને SPGએ રોક્યા હતા અને કારમાંથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
મોદી અને ઉદ્ધવ વચ્ચેના સંબંધ ત્યારે બગડ્યા જ્યારે શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપનો સાથ છોડીને NCP અને કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યો હતો. આ પહેલાં PM અને CM વચ્ચે 8 જૂન 2021નાં રોજ મુલાકાત થઈ હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરે રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળની સાથે નવી દિલ્હી પહોંચ્યા હતા. બંને વચ્ચે બંધ દરવાજામાં બેઠક મળી હતી. બંને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.
પુણેમાં PMએ સંત તુકારામ શિલા મંદિરનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન PMએ સંત તુકારામને શ્રદ્ધાંજલિ આપી, તેમે કહ્યું- સંત તુકારામ કહેતા હતા- ઉંચનીચમાં ભેદ કરવો સૌથી મોટું પાપ છે. વીર સાવરકર પણ જેલમાં પોતાના હાથકડીઓ વગાડીને સંત તુકાના અભંગ ગાતા હતા. સંતોએ અલગ અલગ સ્થાનની યાત્રા કરીને શ્રેષ્ઠ ભારતને જીવંત રાખ્યું છે. બની રેલા રામ મંદિર તેમજ કાશીના મંદિરનો પણ વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું. વિકાસ અને વિરાસત એક સાથે ચાલવા જોઈએ.