ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-06, જે 26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવ્યા હતા, તેણે તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. નેશનલ સ્પેસ એજન્સીએ બુધવારે તસવીરો જાહેર કરી હતી. આ જ તસ્વીરમાં ગુજરાતના ભુજ અને અમદાવાદ વિસ્તારો ચિહ્નિત થયા છે.
ઇસરોએ તેના બેંગલુરુ મુખ્યાલયમાં ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરો ટ્વિટર પર શેર કરી છે. ઉપગ્રહે પહેલી તસવીર 29 નવેમ્બરે લીધી હતી. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-06 (EOS-06) એ હિમાલયનો વિસ્તાર, ગુજરાતનો કચ્છ વિસ્તાર અને અરબી સમુદ્રને આવરી લેતી તસવીરો લીધી છે.
ઈસરોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ તસવીરો ઓશન કલર મોનિટર (OCM) અને સી સરફેસ ટેમ્પરેચર મોનિટર (SSTM) સેન્સર (બોર્ડ EOS-06 પર) દ્વારા લેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ, સેટેલાઈટ સેન્ટરના ડાયરેક્ટર એમ શંકરન અને એનઆરએસસીના ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણની હાજરીમાં આ તસવીરો બહાર પાડવામાં આવી હતી.