નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં આ બજાર બંધ બોલાવી હતી
કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું
લઘુમતી સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં બે લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. હાલમાં પણ ત્યાં સ્થિતિ તણાવભરેલી છે. કાનપુરમાં પરેડ ચોક પાસે આજે નમાઝ બાદ બજાર બંધ કરવા નિકળેલા લઘુમતી સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો.
તેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમણે પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ અહીં સ્થિત તણાવભરેલી હતી.
અહીં બજાર બંધ કરાવવાને લઈને બે પક્ષ આમને સામને આવી ગયા હતા, એટલા માટે યતીમખાના ચોક પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ બજાર બંધ નૂપુર શર્માના નિેવેદનના વિરોધમાં મુસ્લિમ સંગઠનો તરફથી બોલાવામાં આવ્યું હતું. પણ તેમ છતાં બંને પક્ષમાં હિંસક ઝડપ થઈ ગઈ હતી અને બે લોકો ઘાયલ પણ થયા હતા.
અહીં અસંખ્ય લોકોએ પથ્થરમારો કર્યો હતો, ત્યાર બાદ ઘટના પર પહોંચી પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. કેટલાય રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું અને ઘટનાસ્થળ પર ભારે પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.
આજે અહીં પ્રધાનમંત્રી મોદી કાનપુર દેહાત જિલ્લામાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. ભાજપ નેતા નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં આ બજાર બંધ બોલાવી હતી.