કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને સરકારનો મોટો નિર્ણય
બૂસ્ટર ડોઝનો સમયગાળો ઘટાડ્યો
હવે 18 વર્ષથી ઉપરના યુવાનો 6 મહિના બાદ લઈ શકશે બૂસ્ટર ડોઝ
સરકારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે બુસ્ટર ડોઝ લેવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9ના બદલે 6 મહિના પછી જ લઈ શકાશે. જો તમે બીજો ડોઝ લીધો છે, તો તમારે હવે બૂસ્ટર ડોઝ માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના રાહ જોવી પડશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એવું જણાવ્યું કે 18 થી 59 વર્ષની વયના તમામ લોકોને હવે 9 મહિનાના બદલે છ મહિના પછી બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)એ સરકારને આની ભલામણ કરી હતી.
એનટીએજીઆઈએ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી આપવાની ભલામણો પણ આપી છે. એનટીએજીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે 12-17 વય જૂથમાં ઓછી રસી છે, પરંતુ તેઓ તેમાં સુધારો કરવાની તરફેણમાં છે. આ વય જૂથના લોકોને 12 વર્ષની વય જૂથના લોકો કરતા વધુ જોખમ હોય છે. એન.ટી.એ.જી.આઈ. તરફથી હજી સુધી બૂસ્ટર તરીકે કોર્બેવેક્સના ઉપયોગ અંગે કોઈ ચર્ચા થઈ નથી.જણાવી દઈએ કે કોરોનાથી બચાવવા માટે અત્યાર સુધી બૂસ્ટર ડોઝ લેવા માટે 9 મહિના સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ સરકારના આ નિર્ણય બાદ જેમણે બીજો ડોઝ લીધો છે તેમને ડોઝ લેવાની તારીખના છ મહિના બાદ બુસ્ટર ડોઝ મળી શકે છે.