સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કેન્દ્ર અને દિલ્હી સરકારની સત્તાના અવકાશના વિવાદાસ્પદ મુદ્દાની સુનાવણી માટે 27 સપ્ટેમ્બરની અંતિમ તારીખ નક્કી કરશે. બંધારણીય બેંચ હાર્ડ કોપીને બદલે અરજીઓ અને દસ્તાવેજોની સોફ્ટ કોપીનો ઉપયોગ કરીને મામલાની યાદી બનાવશે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ મામલાની સુનાવણી ગ્રીન બેન્ચની જેમ કરવામાં આવશે. કોઈપણ ફાઈલો કે કાગળોની હાર્ડ કોપી સાથે લાવશો નહીં. આ સંદર્ભે રજીસ્ટ્રી વકીલોને બે દિવસની તાલીમ પણ આપશે. જણાવી દઈએ કે, કોર્ટના કામકાજને પેપરલેસ બનાવવાની દિશામાં આ પગલું પર્યાવરણ સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ પારદર્શિતા પણ જાળવવામાં આવશે. આ ઉપરાંત કુદરતી સંસાધનોની પણ મોટી બચત થશે.
જસ્ટિસ ચંદ્રચુડ ઉપરાંત બેંચમાં એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હેમા કોહલી અને પીએસ નરસિમ્હાનો પણ સમાવેશ થાય છે. બેન્ચે કહ્યું કે તે કેન્દ્ર અને દિલ્હી સરકારના કાયદાકીય અને કારોબારી સત્તાના અવકાશને લગતા મામલાની સુનાવણી ઓક્ટોબરના મધ્ય સુધીમાં શરૂ કરશે.