ઉદયપુરમાં થયેલી નિર્મમ હત્યાનો મામલો
બંને આરોપીઓના પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા
કરાંચીમાં લીધી હતી ટ્રેનિંગ, 8 મોબાઈલ નંબરથી સતત સંપર્ક થતો
રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ટેલરની હત્યા બાદ DGP એમએસ લાઠરે પ્રેસ કોન્ફ્રેંસ કરતા જણાવ્યું હતું કે, ઉદયપુર હત્યાકાંડ મામલામાં આતંકી કનેક્શન સામે આવ્યું છે. જેમાં આરોપી ગોસ મહોમ્મદે વર્ષ 2014-15માં પાકિસ્તાનમાં 45 દિવસની ટ્રેનિંગ લીધી હતી. જ્યાં 8 મોબાઈલ નંબરોથી પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતા. તેની સાથે જ આરોપી ગોસ મહોમ્મદ અરબ દેશો અને નેપાળમાંથી રહીને આવ્યો હતો. આરોપી સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યો હતો. જો કે, એક દરજીની નિર્મમ હત્યા મામલામાં આતંકવાદ વિરોધી અધિનિયમ UAPA અંતર્ગત મામલો નોંધાવામાં આવ્યો છે. આ ઘટનાને આતંકી હુમલો માનીને તપાસ ચાલી રહી છે.
તો વળી ડીજીપી લાઠરે જણાવ્યું હતું કે, ટ્રાંસ બોર્ડર કનેક્શનની તપાસ પણ થશે. તેની સાથે જ ASIને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે, આગળની તપાસ NIA કરશે. જેમાં રાજસ્થાન એટીએસ સમગ્ર સહયોગ કરશે. આપને જણાવી દઈએ કે, ઉદયપુરમાં જઘન્ય હત્યા બાદ સમગ્ર શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરાંત 7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ મામલામાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમા કરાંચીના એક મૌલાનાના સંપર્કમાં રિયાઝ હતો. ત્યારે આવા સમયે શંકા વ્યક્ત થઈ રહી છે કે, કનૈયાલાલનું મર્ડર સમગ્રપણે પ્રી પ્લાન્ડ હતું. જ્યાં બંને આરોપીએ મળીને ડરનો માહોલ ઉભો કર્યો હતો. તો વળી પાકિસ્તાનના એક આકાએ વર્ષ 2014-15માં કરાંચીમાં બોલાવ્યો હતો. કરાંચીથી પાછા આવ્યા બાદ આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્મદે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપ દ્વારા રિયાઝ ભડકાઉ વીડિયો મોકલીને લોકોનું બ્રેન વોશ કરી રહ્યો હતો.
આ મામલામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુરની ઘટના પર આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. તો વળી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતી તપાસ પડતાલમાં સામે આવ્યું છે કે, ઘટના પ્રથમ દ્રષ્ટિએ આતંક ફેલાવાના ઉદેશ્યથી કરવામાં આવી છે. જ્યાં બંને પર અન્ય દેશો સાથે સંપર્ક હોવાની જાણકારી સામે આવી છે. તો વળી ઉદયપુરની ઘટના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, UAPA અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ NIA તપાસ કરશે. જેમાં રાજસ્થાન ATS સમગ્રપણે મદદ કરશે.