કેરળમાં કથિત રીતે દૂષિત ખોરાક ખાવાથી લગભગ 100 લોકો બીમાર પડ્યા હતા. તમામ બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના પથનમથિટ્ટા જિલ્લાના કીઝવાઈપુરમાં બની હતી. 29 ડિસેમ્બરે અહીં નામકરણ સમારોહમાં ઘણા લોકોએ હાજરી આપી હતી. બધાએ સમારંભમાં ભોજન લીધું અને પોતપોતાના ઘરે પાછા ફર્યા. અધિકારીઓનું કહેવું છે કે ઘરે આવ્યા બાદ તમામની તબિયત બગડવા લાગી હતી, ત્યારબાદ તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસે કેટરિંગ સર્વિસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સ્વાસ્થ્ય મંત્રીએ આ મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.