ભારતમાં Omicronના નવા XBB સબ-વેરિઅન્ટના અત્યાર સુધીમાં 71 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે XBB સબ-વેરિઅન્ટના 5 કેસની પુષ્ટિ થઈ છે. આ પહેલા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુમાં આ સબ-વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા 15 દિવસના સમયગાળામાં ઓડિશામાં 33 કેસ નોંધાયા છે, ત્યારબાદ બંગાળમાં 17 અને તમિલનાડુમાં 16 કેસ નોંધાયા છે. XBB, ઓમિક્રોનના BA.2.75 અને BJ.1 વેરિઅન્ટના સંયોજનથી બનેલું છે. તે પહેલીવાર ઓગસ્ટમાં સિંગાપોર અને યુએસમાં ડિટેક્ટ થયો હતો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, XBB સબ-વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને માત આપવામાં સક્ષમ છે, જો કે તે હજુ અસ્પષ્ટ છે કે શું આ વાયરસ ગંભીર બીમારીનું કારણ બને છે, જેનાથી સંક્રમિત થનારા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
રિપોર્ટમાં મહારાષ્ટ્રના જીનોમ સિક્વન્સિંગના કોઓર્ડિનેટર ડૉ. રાજેશ કાર્યકર્તેએ લખ્યું છે, “XBB એ ઓમિક્રોનનું હાઇબ્રિડ વર્ઝન છે. અમે મહારાષ્ટ્રમાં તેના પ્રસાર પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
સિંગાપોરમાં XBB વર્તમાનમાં અન્ય તમામ ઓમિક્રોન સબ-વેરિએન્ટ પર પ્રભુત્વ ધરાવે છે. XBBની વિશ્વના ઘણા ભાગોમાં પુષ્ટિ થઈ છે, પરંતુ સિંગાપોરમાં તેના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્રણ અઠવાડિયાની અંદર આ સબ-વેરિઅન્ટ ત્યાંના તમામ દૈનિક કેસોમાંથી અડધાથી વધુ કેસ માટે જવાબદાર છે.” સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું કે, તેણે આ નવો વેરિઅન્ટ વધારે સંક્રામક હોવાનો અને સંક્રમિતોના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર અફવાહ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે.