શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત થતા નોબેલ સમિતીએ બેલારૂસના માનવ અધિકાર વકીલ એલેસ બિયાલિયાત્સ્કી, રશિયન માનવ અધિકાર સંગઠન મેમોરિયલ અને યૂક્રેનના માનવ અધિકાર સંગઠન સેન્ટર ફૉર સિવિલ લિબર્ટીઝને 2022નો નોબલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. નોબલ શાંતિ પુરસ્કાર એ વ્યક્તિને આપવામાં આવે છે કે “જેણે દેશોમાં સૈનિકોની તહેનાતી ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.”
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વે નોબેલ કમિટીના પ્રમુખ બેરિટ રીઝ એન્ડર્સને ઓસ્લોમાં કરી છે. પાછલા વર્ષે આ પુરસ્કાર બે પત્રકારો, રશિયાના દિમિત્રી મુરાતોવ અને ફિલીપીન્સના મારિા રેસાને આપવામાં આવ્યો હતો. ધ નોબેલ પ્રાઇઝ તરફથી કહેવામાં આવ્યું, ‘નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પોતાના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઘણઆ વર્ષો સુધી નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા અને પ્રોત્સાહન આપવા માટે સત્તાની ટીકા કરી.
1. એલેસ બિયાલિયાત્સ્કી
1980ના દાયકાના મધ્યમાં બેલારૂસમાં ઉભરેલા લોકતંત્ર આંદોલનની શરૂઆત કરનારામાના એક હતા, તેમણે પોતાનું જીવન પોતાના દેશમાં લોકતંત્ર અને શાંતિપૂર્ણ વિકાસને માટે સમર્પિત કરી દીધુ, તેમણે 1996માં વસંત સંગઠનની સ્થાપના કરી હતી. વસંત એક માનવ અધિકાર સંગઠનના રૂપમાં વિકસિત થયુ, જેને રાજકીય કેદીઓ પર થતા અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો.
2. માનવ અધિકાર સંગઠન
1987માં માનવ અધિકાર સંગઠન Memorial પૂર્વ સોવિયત સંઘમાં માનવ અધિકાર કાર્યકર્તાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ હતુ, જેનો ઉદ્દેશ્ય કોમ્યુનિસ્ટ શાસનના ઉત્પીડનના શિકાર લોકોને ક્યારેય ભુલાવી નહી શકાય તેને આ સુનિશ્ચિત કરવાનો હતો . Chechen યુદ્ધ દરમિયાન Memorialએ રશિયા અને રશિયન સમર્થક દળો દ્વારા લોકો પર કરવામાં આવેલા અત્યાચાર અને યુદ્ધ અપરાધો વિશે જાણકારી આખી દુનિયા સુધી પહોચાડી હતી.