બ્રિટન કોર્ટે કહ્યું કે, ‘નીરવનું પ્રત્યાર્પણ કોઇપણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય.’ કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાનાં મુદા્ને ગ્રીન સિગ્નલ આપ્યાં છે. ભારત લાંબા સમયથી નીરવ મોદીનાં પ્રત્યાર્પણની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ બ્રિટનની શરણે બેઠેલી નીરવ મોદી એ એક્શનથી બચવા માટે વારંવાર નવા-નવા નુસ્ખા અજમાવતો હતો. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનાં વકીલ જણાવી રહ્યાં છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારત જેલમાં જેવી સ્થિતિ છે કે તે ત્યાં આપઘાત પણ કરી શકે છે. આ તર્કનાં આધારે જ તેનાં પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાઇકોર્ટે સુનાવણી બાદ નીરવ મોદીની યાચિકાને નામંજૂર કરી છે.
Firestar ડાયમંડ કંપનીના સ્થાપક નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના 13000 કરોડના કૌભાંડનો સહઆરોપી છે. આ ઉપરાંત તેણે કેલીફોર્નિયા રાજ્યમાં પણ 4.2 મિલિયન ડોલરનું કૌભાંડ આચર્યું છે. 2018માં દેવાળિયા જાહેર થવાની અરજી કરી ચુકેલો નીરવ હજુ પણ સરકારની પકડની બહાર છે. તેની પણ 1400 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે.