18 જૂલાઈથી શરૂ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર
સંસદના સત્રમાં અસંસદીય શબ્દો પર પ્રતિબંધ
સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ હવે સદનમાં પણ આ કામ પર રોક લગાવી
18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે.
લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ સદનમાં હોબાળો થવાના અણસાર મળી રહ્યા છે.

શું તમાશો છે- સીતારામ યેચુરી
સીતારામ યેચુરીએ તેના પર તિખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, શું તમાશો છે. ભારતનો આત્મા, તેનું લોકતંત્ર અને તેના અવાજનું ગળુ દબાવાની કોશિશ નિષ્ફળ થઈ જશે. સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોકની યાદની કાલે સૌથી પહેલા કોંગ્રેસ સાંસજ જયરામ રમેશે આપી હતી. તેમણે તેની ટિકા કરતા કટાક્ષ કર્યો હતો વિશ્વગુરુનું એક વધુ કામ, ધરણા કરવાની મનાઈ છે.
સંસદની પરંપરા અનુસાર કોઈ પણ પ્રકાશિત સામગ્રી, પ્રશ્નાવલી, પરચા, પોસ્ટર, બેનર વગેરે સ્પિકરની મરજી વગર સદનમાં વિતરણ કરી શકાય નહીં. તે પ્રતિબંધિત છે. તો વળી અસંસદીય શબ્દોની નવી યાદીમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ, જુમલાજીવી, તાનાશાહ જેવા કેટલાય શબ્દો સામેલ છે.