રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે
દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત
દ્રૌપદી મૂર્મુ દેશના પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે
આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઐતિહાસિક જીત થઈ છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ હવે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ તરફ હવે પ્રધાનમંત્રી મોદી નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાત લેશે.
દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મૂર્મુની ઐતિહાસિક જીત થઈ છે. દ્રૌપદી મૂર્મુ દેશના પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાજ્યપાલ તરીકે ઝારખંડમાં નિયુક્ત થયા હતા. આ સાથે 1997માં ઓડિસાના રાયરંગપુરના કોર્પોરેટર બન્યા અને ઓડિસા સરકારમાં બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એક વખત ઓડિસા સરકારમાં રાજ્યમંત્રી પણ રહ્યા અને 2006થી 2009માં ઓડિસામાં ભાજપના ST મોરચાના અધ્યક્ષ રહ્યા હતા. આ સાથે 2007માં શ્રેષ્ઠ ધારાસભ્ય માટેનો નીલકંઢ પુરસ્કાર મળ્યો હતો. આ સાથે 2013માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ST મોરચાના સભ્ય હતા.
ચૂંટણી પંચે કહ્યું કે છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, એમપી, મણિપુર, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 100% મતદાન થયું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા પછી, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જણાવ્યું હતું કે સંસદ ભવનમાં કુલ મતદાન 99.18% હતું.
NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની તરફેણમાં બહુમતિમાં મત પડ્યા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. જેને લઈ હવે નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.
After 2nd round, where ballot paper of first 10 states alphabetically counted – total valid votes 1138 & their total value 1,49,575. Out of this, Droupadi Murmu gets 809 votes valued at 1,05,299 & Yashwant Sinha gets 329 votes valued at 44,276: PC Mody, Secretary Gen, Rajya Sabha pic.twitter.com/5y1ZPwxWhs
— ANI (@ANI) July 21, 2022
પીસી મોદી પહેલા સંસદ ભવનનાં રૂમ નંબર 63માં સાંસદોના તમામ મતોની ગણતરી કર્યા બાદ ચૂંટણીના વલણો વિશે માહિતી આપી હતી. ત્યારબાદ 10 રાજ્યોના મતોને મૂળાક્ષરોના ક્રમમાં ગણ્યા બાદ ફરીથી માહિતી આપી હતી. 20 રાજ્યોમાં મત ગણતરી બાદ ફરી એકવાર ચૂંટણીના વલણો વિશે માહિતી આપી અને ત્યારબાદ કુલ મતોની ગણતરી બાદ પરિણામ જાહેર કરાયું છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 18 જુલાઈના રોજ થયેલા મતદાનમાં 99 ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપના સાંસદ સની દેઓલ અને સંજય ધોત્રે સહિત આઠ સાંસદો પોતાનો મત આપી શક્યા ન હતા. સની દેઓલ સારવાર માટે વિદેશ ગયો છે, જ્યારે ધોત્રે ICUમાં છે. ભાજપ અને શિવસેનાના બે-બે સાંસદો અને બીએસપી, કોંગ્રેસ, એસપી અને એઆઈએમઆઈએમના એક-એક સાંસદ પણ મતદાનથી ચૂકી ગયા હતા.
Droupadi Murmu has secured 540 votes with a value of 3,78,000 & Yashwant Sinha has secured 208 votes with a value of 1,45,600. A total of 15 votes were invalid. These are figures for Parliament (votes), please wait for next announcement: PC Mody, Secretary General, Rajya Sabha pic.twitter.com/ka0PvmOzpX
— ANI (@ANI) July 21, 2022
ધારાસભ્યોના મતપત્ર અને પછી સાંસદોના મતપત્રની છટણી કરી હતી. આ પછી રિટર્નિંગ ઓફિસર, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદી મતોની ચકાસણી કરી હતી. નિયમ મુજબ સાંસદોના બેલેટ પેપરમાં લીલા કલરની પેનથી અને ધારાસભ્યોના બેલેટ પેપરમાં ગુલાબી કલરની પેનથી પ્રાથમિકતા લખવામાં આવી હતી.. મતગણતરી દરમિયાન મુર્મૂ અને સિંહાના નામની એક-એક ટ્રે રૂમમાં રાખવામાં આવી. મુર્મૂ માટે પ્રાયોરિટી બેલેટ પેપર તેમની ટ્રેમાં રાખવામાં આવ્યા અને સિંહા માટે પ્રાધાન્યતા બેલેટ પેપર તેમની ટ્રેમાં રાખવામાં આવ્યા હતા. વર્ગીકરણ પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ કરાઇ હતી.
સાંસદ અતુલ સિંહ (જેલમાં), સંજય ધોત્રે (આઈસીયુમાં), સની દેઓલ (ઓપરેશન માટે વિદેશમાં), ગજાનન કીર્તિકર, હેમંત ગોડસે, ફઝલુર રહેમાન, સાદિક મોહમ્મદ, ઈમ્તિયાઝ જલીલ, તેમજ ધારાસભ્યોમાં હરિયાણાના જેજેપી ધારાસભ્ય નૈના સિંહ ચૌટાલા (વિદેશમાં), રાજકુમાર રાઉત (ભારતીય ટ્રાઇબલ પાર્ટી, રાજસ્થાન), ભંવર લાલ શર્મા (કોંગ્રેસ, રાજસ્થાન), સત્યેન્દ્ર જૈન (આપ, દિલ્હી, જેલમાં), હાજી યુનુસ (આપ,દિલ્હી)