કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી ત્યારે આ વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મામલે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે વંદે ભારતનું ભાડું વધારે છે તેને લઈને મોટાભાગની ટ્રેનો ખાલી દોડી રહી છે . કોંગ્રેસે કહ્યું હતુ કે 50 % વંદે ભારત ટ્રેન ઓછા પેસેન્જર્સ સાથે દોડી રહી છે કે પછી સાવ ખાલી જઈ રહી છે.
ચૂંટણીના માહોલમાં કેન્દ્રની ભાજપ સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી ત્યારે આ વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે વંદે ભારતનું ભાડું વધારે છે તેને લઈને મોટાભાગની ટ્રેનો ખાલી દોડી રહી છે . કોંગ્રેસે કહ્યું હતુ કે 50 % વંદે ભારત ટ્રેન ઓછા પેસેન્જર્સ સાથે દોડી રહી છે કે પછી સાવ ખાલી જઈ રહી છે. ત્યારે આ મામલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરી કોંગ્રેસને વળતો જવાબ આપ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કોંગ્રેસે વંદે ભારત ટ્રેનની ખાલી બેઠકો અંગે ખોટી રજૂઆત કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોર્યા છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ સમય છે જ્યારે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ થવો જોઈએ.
રેલવે મંત્રીએ જવાબ આપ્યો
કોંગ્રેસના આ આરોપોનો જવાબ આપવા ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આગળ આવ્યા છે. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આનો જવાબ આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસના જુઠ્ઠાણાનો પરપોટો ફોડવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું કે 7 મે, 2024ના રોજ વંદે ભારત ટ્રેનોમાં ઓક્યુપેન્સી 98 રહી . તે જ સમયે, નાણાકીય વર્ષ 2024-25માં વંદે ભારત ટ્રેનોનોમાં ઓક્યુપેન્સી 103 ટકા રહી હતી. રેલ્વે મંત્રીએ આ અંગે કહ્યું કે શું કોંગ્રેસ વંદે ભારત ટ્રેનોને રોકવા માંગે છે?
રેલવે મંત્રાલયે આંકડા રજૂ કર્યા
અગાઉ, રેલ્વે મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં, રેલ્વેએ નવી લાઈનો અને હાલની લાઈનોના ગેજ કન્વર્ઝન સહિત સરેરાશ 7.41 કિમીનો ટ્રેક નાખ્યો છે.
રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2014-2024 વચ્ચેના 10 વર્ષમાં કુલ 27057.7 કિમીનો રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યો છે, જેમાં નવી લાઈનોનું નિર્માણ, હાલની લાઈનોને બમણી અને ત્રણ ગણી કરવી તેમજ મીટરગેજથી બ્રોડગેજમાં ગેજનું રૂપાંતર સામેલ છે.
બુલેટ ટ્રેન પર પણ કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પણ કોઈની સલાહ લીધા વિના એક વ્યક્તિની ધૂન પર બનાવવામાં આવી રહી છે. શરૂઆતમાં તેનું બજેટ 1.1 લાખ કરોડ રૂપિયા હતું, જે હાલમાં વધીને 1.6 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તે જ સમયે, તેના પૂર્ણ થવા સુધીમાં, તે 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.