એક તરફ 10મેથી ચારધામની યાત્રા શરુ થવા જઈ રહી છે. તો વળી બીજી તરફ ઉત્તરાખંડના કેટલાય જિલ્લામાં વરસાદ થવાથી તબાહી જોવા મળી રહી છે. અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓથી લઈને ઘર સુધી બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયં છે. ત્યારે આવા સમયે યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સલામતીને લઈને ચિંતા શરુ થઈ ગઈ છે. આ જ કારણથી રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બેઠક કરી અને રાજ્યના તમામ સંસાધનોને કામ લગાડવા માટે આદેશ આપી દીધા છે.
બુધવારે ઉત્તરાખંડના કેટલાય જિલ્લામાં વરસાદ શરુ થઈ ગયો છે. આ જ ક્રમમાં બાગેશ્વર જિલ્લામાં આભ ફાટ્યું હતું. તેના કારણે અહીં મૂશળધાર વરસાદ જોવા મળ્યો હતો. જો કે, વરસાદથી જંગલની આગ ઓછી થઈ છે. વરસાદ અહીં આફત બનીને વરસી હતી. ખાસ કરીને કુમાઉંમાં ભારે નુકસાન થયું છે. અલ્મોડાથી સોમેશ્વરમાં બુધવારની રાતને થયેલ મૂશળધાર વરસાદના કારણે ઘરોમાં કાટમાળ ઘુસી ગયો છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે વાદળ ફાટવાના કારણે અહીં નુકસાન થયું છે.
વાદળ ફાટવાના કારણે કેટલાય ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અલ્મોડા-સોમેશ્વરમાં આભ ફાટવાના કારણે સોમેશ્વરથી ચનૌદામાં ભારે તબાહી મચાવી છે. પહાડોનો કાટમાળથી કેટલીય ગાડીઓ દબાઈ ગઈ હોવાના સમાચાર આવ્યા છે. તો વળી બોલ્ડર અને કાટમાળ રસ્તા પર આવવાથી અલ્મોડા-કૌસાની હાઈવે બંધ થઈ ગયો છે.
તો વળી બાગેશ્વરના કપકોટમાં આભ ફાટવાના કારણે કેટલાય ઘરોમાં કાટમાળ ઘુસી ગયો છે. અલ્મોડા-બાગેશ્વર જિલ્લાને જોડતો હાઈવે પણ બંધ થઈ ગયો છે. ત્યાં મૂશળધાર વરસાદથી કેટલાય ગામના લોકો આખી રાત ડરના માહોલ વચ્ચે રાત પસાર કરી હતી. ભારે વરસાદના કારણે સાઈ અને કોસી નદીમાં પુર આવ્યું છે.
ગઢવાલ મંડલમાં પણ ભારે વરસાદથી ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે પર સિરોબગડમાં મોડી રાતે વરસાદના કારણે કાટમાળ તણાઈ આવ્યો છે. તેના કારણે આખી રાત નેશનલ હાઈવે બંધ રહ્યો હતો. લગભગ 6 કલાકની મહેનત બાદ નેશનલ હાઈવે ફરી શરુ થયો હતો. વરસાદના કારણે જંગલમાં લાગેલી આગ ઠારવાના કારણે વન વિભાગને રાહત થઈ છે.