Monsoon 2024: સ્કાઈમેટના મેનેજમેન્ટ ડિરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, અલ નીનો તેજીથી લા નીનામાં બદલાઈ રહ્યું છે. લા નીના વર્ષ દરમ્યાન ચોમાસું પરિભ્રમણ મજબૂત થઈ જાય છે. આ ઉપરાંત સુપર અલ નીનોનું મજબૂત લા નીનામાં બદલાવું ઐતિહાસિક રીતે એક સારુ ચોમાસું ઊભું કરનારુ રહ્યું છે. જો કે, ચોમાસાની સીઝન અલ નીનોના બાકીના પ્રભાવના કારણે નુકસાનના જોખમ સાથે શરુ થઈ શકે છે. ચોમાસું સીઝનની બીજા ભાગમાં શ રુઆત તબક્કાની તુલનામાં ભારે વધારો થશે.
ઈએનએસઓ ઉપરાંત ચોમાસાને પ્રભાવિત કરનારા અન્ય કારણો પણ છે
ઈએનએસઓ ઉપરાંત ચોમાસાને પ્રભાવિત કરનારા અન્ય કારણો પણ છે. સંકટની સ્થિતિમાં હિન્દ મહાસાગર ડિપોલના લાંબા સમય સુધી ચોમાસાને સુરક્ષિત રાખે છે. આ સીઝનમાં સકારાત્મક આઈઓડીની શરુઆતી પૂર્વાનુમાન સારા ચોમાસાની સંભાવનાઓ માટે લી નીના સાથે મળીને કામ કરશે.ત્યાર બાદ અલ નીનોથી લા નીનામાં તેજ પરિવર્તનના કારણે સીઝનની શરુઆતમાં મોડુ થવાની આશા છે. તેની સાથે જ સમગ્ર સિઝનમાં વરસાદ અલગ અલગ અને અસમાન થવાની સંભાવના છે. તેનો અર્થ એવો છે કે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ થઈ શકે છે.
ભૌગોલિક સંભાવનાઓના સંદર્ભમાં, સ્કાઈમેટને દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ખૂબ જ સારો વરસાદ થવાની આશા છે. તો વળી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ચોમાસામાં વરસાદ આધારિત મુખ્ય ક્ષેત્રોમાં પુરતો વરસાદ થશે. બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના પૂર્વી રાજ્યોમાં જુલાઈ અને ઓગસ્ટ દરમ્યાન ઓછો વરસાદ થવાનો ખતરો છે. તો વળી પૂર્વોત્તર ભારતમાં સીઝનના પહેલા બે મહિના દરમ્યાન સામાન્યથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે.
સપ્ટેમ્બરમાં ચોમાસાની સંભાવના આ પ્રકારે છે
સ્કાઈમેટના અનુસાર, જૂન, જુલાઈ-ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ચોમાસાની સંભાવના આ પ્રકારે છે.10 ટકા વધારે વરસાદની સંભાવના છે.સામાન્યથી વધારે વરસાદની સંભાવના 20 ટકા છે.સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 15 ટકા સંભાવના છે. સુકાથી 10 ટકાની સંભાવના છે.