પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસ પર છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા, બાદમાં રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતાં. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ અલગ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે.
પ્રધાનમંત્રી મોદીએ બાબા કેદારના દર્શન કર્યા બાદ રુદ્રાભિષેક અનુષ્ઠાન કર્યો હતો. તેમણે આશીર્વાદ તરીકે માથા પર ચંદનનુ તિલક લગાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી મહાદેવના અનન્ય ભક્ત છે. તેઓ પ્રધાનમંત્રી બાદ 5મી વાર કેદારનાથ ધામ ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથ મંદિરમાં બાબા કેદારનો રુદ્રાભિષેક કર્યો હતો. દર્શન અને પૂજા કર્યા બાદ પીએમ મોદી રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.