ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ દેશને કરોડો ખેડૂતોને હવે પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની આતુરતાથી રાહ છે. પરંતુ આ પહેલા ખેડૂતો માટે વધુ એક ખુશ ખબર આવી છે. મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપવાની જાહેરાત કરી છે. તેનો લાભ મેળવવા ખેડૂતોએ તાત્કાલિક એપ્લાઇ કરવું જોઇએ.
ક્રેડિટ કાર્ડ મળવાનો સૌથી મોટો ફાયદો તે છે કે તેના દ્વારા ખેડૂતોને સસ્તું ઉધાર મેળવવામાં સરળતા રહેશે. જેના દ્વારા તેઓ અનેક રોજગાર પણ શરૂ કરી શકે છે. મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
કિસાન ક્રેડિટ કાર્ડનો ફાયદો પીએમ સન્માન નિધિના લાભાર્થી અને લાયક ખેડૂતોને મળી શકશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો તેના પાક સંબંધિત ખર્ચાઓનો પણ નિકાલ કરી શકે છે. તમે બીજ, ખાતર, મશીન વગેરે માટે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા દરે લોન પણ આપવામાં આવે છે.
આ સ્કીમની ખાસિયત છે કે કોઇ પણ પ્રકારની ગેરન્ટી વગર ખેડૂતોને 1.60 લાખ સુધીની લોન મળી શકે છે. આ ઉપરાંત ખેડૂતો આ કાર્ડ દ્વારા 3 વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકે છે. વ્યાજદર પર પણ સરકાર 2 ટકા છૂટ આપી રહી છે. એવામાં ખેડૂતોએ 9 ટકાની જગ્યાએ 7 ટકા વ્યાજ આપવાનું રહેશે.
કોઇ પણ બેંકમાં જઇને તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકો છો. બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે આ યોજના સંબંધિત અમુક દસ્તાવેજો પણ તમારે જમા કરવવાના રહેશે. બેંક તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાઇ કરશે. પીએમ કિસાન યોજનાના લાભાર્થી સરળતાથી કેસીસી માટે અરજી કરી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી સમયે તમારે 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાસન્સ વગેરે દસ્તાવેજોની જરૂર પડશે.