કેન્દ્ર સરકારે સોમવારે ફરી એક વાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા અને હાલમાં ગુજરાતમાં બે જિલ્લામાં રહેતા હિન્દુઓ, સિખો, બૌદ્ધો, જૈન, પારસીઓ અને ઈસાઈઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ નાગરિકતા તેમને નાગરિકતા કાનૂન, 1955 અંતર્ગત આપવામાં આવશે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જગ્યાએ નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત નાગરિકતા આપવામાં આ પગલું અતિ મહત્વનું છે.
વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ 2019માં પણ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુઓ, સિખો, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈઓને ભારતીય નાગરિકા આપવાની જોગવાઈઓ છે. કારણ કે આ અધિનિયમ અંતર્ગત નિયમ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા નથી બનાવવામાં આવ્યો એટલા માટે તે અંતર્ગત કોઈને નાગરિકતા આપવામાં આવી નથી.
કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનના માધ્યમથી આ જાણકારી સામે આવી છે. આ નોટિફિકેશન અનુસાર, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5, કલમ 6 અંતર્ગત નાગરિકતા આપવામાં આવશે. તેમને નાગરિકતા નિયમ 2009ની જોગવાઈ અનુસાર ભારતની નાગરિકતા તરીકે રજીસ્ટ્રેશનની મંજુરી મળશે અને દેશની નાગરિકતાના સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, ગુજરાતના બે જિલ્લામાં રહેતા એવા લોકો પોતાની અરજી ઓનલાઈન જમા કરાવાની રહેશે. જેમનું વેરિફિકેશન જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા કરવામાં આશે. અરજી અને તેના પર રિપોર્ટ કેન્દ્ર સરાકર માટે ઓનલાઈન ઉપલબ્ધ થશે.
કલેક્ટર જરુરી લાગતા અરજીકર્તા નાગરિકતા મેળવવા માટે કોઈ પણ પ્રકારની તપાસ કરી શકશે. તેના માટે કલેક્ટરને ઓનલાઈન જ સંબંધિત તપાસ એજન્સીને અરજી મોકલે છે, તો આવા સમયે એજન્સી માટે તેનું વેરિફિકેશન કરવું અને પોતાની ટિપ્પણી સાથે તપાસ પુરી કરવી જરુરી થઈ જાય છે.