મોસમને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આગામી 5 દિવસ સુધી ગરમીનું પ્રમાણ હવે ઓછું થશે
7 મે સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે
હવામાન વિભાગે આગાહી કરી કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમીની લહેર ચાલવાની કોઈ જ શક્યતા નથી. જો કે, મહારાષ્ટ્રમાં બુધવારથી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. IMD અનુસાર, 5 દિવસ બાદ હવામાન ફરી 2થી3 ડિગ્રી સેલ્સિયસ વધશે.કાળઝાળ ગરમીના કારણે ધકધકતા તાપ વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મંગળવારે રાહત જોવા મળી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું કે, 7 મે સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે.ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ હરિયાણાના અલગ-અલગ ભાગો સિવાય મંગળવારે સમગ્ર દેશમાં ગરમીની લહેર ન હોતી. જેના કારણે દેશના કોઈ પણ ભાગમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર નથી થયું. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર, છેલ્લાં 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને હરિયાણાના મહત્તમ તાપમાનમાં 2થી4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો.